તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Taxes Will Not Be Charged From Driver If Fastagain Scan Is Not Done At Toll Plaza

ટોલ પ્લાઝા પર ફાસ્ટગેન સ્કેન નહીં થાય તો ડ્રાઈવર પાસેથી ટેક્સ વસૂલવામાં નહીં આવે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટોલ ટેક્સ પર ટેક્સ વસૂલવા માટે 1 ડિસેમ્બરથી ફાસ્ટાગ ફરજિયાત
 • જો ગાડીમા ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ ભરવો પડશે

યુટિલિટી ડેસ્ક. કેન્દ્ર સરકારે ટોલ ટેક્સ વસૂલવા માટે 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરી દીધો છે. તેના દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. હાલમાં ટોલ પર ફાસ્ટેગનું વિતરણ ફ્રીમાં કરવામાં આવી રહ્યું છે. 1 ડિસેમ્બર સુધી જો કોઈ પોતાની ગાડીમાં ફાસ્ટેગ નહીં લગાવે તો તેને ડબલ ટોસ ભરવો પડશે. તો બીજી તરફ જો કોઈ ટોલ પર સ્કેનરમાં ખામી હશે અને તે ફાસ્ટગેન સ્કેન નહીં કરી શકે તો ડ્રાઈવરને પૈસા ચૂકવવા નહીં પડે. તે ફ્રીમાં ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકશે. 

શું છે ફાસ્ટેગ અને કેવી રીતે કામ કરે છે?
તે એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જે વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે જેથી ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો ત્યાં રહેલા સેન્સર ફાસ્ટેગને રીડ કરી શકે. ત્યાં લગાવવામાં આવેલ ડિવાઈસ ઓટોમેટિક રીતે ટોલ ટેક્સ વસૂલ કરશે. તેનાથી ડ્રાઈવરનો સમય બચશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, વર્તમાનમાં દેશનાં 537 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.  

ફાસ્ટેગ કેટલા વર્ષ માટે માન્ય રહેશે
ફાસ્ટાગની માન્યતા ખરીદી પછી 5 વર્ષ સુધીની છે. તમારે આ સમયગાળા સુધી તેને ફરીથી રિચાર્જ કરવું પડશે. ફાસ્ટેગને નેટબેકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે. 

ફાસ્ટેગ નહીં લગાવવામાં આવે તો શું થશે?
માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, જો કોઈ ફાસ્ટેગ નહીં લગાવે તો તેને ડબલ ટોલ ભરવો પડશે. જો કે જે ગાડીઓ ફાસ્ટેગ વગરની હશે તેમના માટે ટોલ પ્લાઝા પર એક અલગ લેન હશે. 

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સ્કેન થવા પર શું થશે?
નિયમ પ્રમાણે, કોઈ ટોલ પર સ્કેનરમાં ખામી હશે અને તે તમારું ફાસ્ટેગ સ્કેન કરવામાં સમર્થ નહીં હોય તો તેના માટે ડ્રાઈવર જવાબદાર રહેશે નહીં. આ સ્થિતિમાં ડ્રાઈવરને કોઈ પણ પૈસાની ચૂકવણી કરવાની રહેશે નહીં અને ફ્રીમાં ટોલથી પસાર થઈ શકશે. આ માટે ટોલ પર બોર્ડ પણ લગાવવામાં આવશે જેથી લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય.  

ફાસ્ટેગ ક્યાંથી ખરીદી શકાશે?

 • નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી ખરીદી શકાશે
 • SBI,HDFC,ICICI, સહિત ઘણી બેંક
 • ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન ડોટ કોમ
 • ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ
 • નેશનલ હાઈવે ઓથોરિટીની MyFastTag એપ

ફાસ્ટેગ ખરીદવા માટે જરૂરી દસ્તાવેજ

 • ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
 • ગાડીના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • ગાડી માલિકના કેવાઈસી ડોક્યુમેન્ટ, જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ.
 • ફાસ્ટેગ ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી

ફાસ્ટેગને બેંક અકાઉન્ટથી કેવી રીતે લિંક કરવું, રિચાર્જ કેવી રીતે કરવું?
ફાસ્ટેગ ખરીદવા પર તેને MyFastTag એપની મદદથી બેક અકાઉન્ટથી લિંક કરી શકાશે. તેમાં યુઝરને વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે, ત્યારબાદ ફાસ્ટેગ એક્ટિવેટ થઈ જશે. એપ પર યુપીઆઈ પેમેન્ટ દ્વારા યુઝર પોતાના ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે. 


તેને પેટીએમથી પણ ખરીદી શકાશે. પેટીએમ પર વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરીને નવા ફાસ્ટેગ માટે અરજી કરવાની રહેશે.
તમામ ફાસ્ટેગ ગ્રાહકોને ટોલ પેમેન્ટ કરવા પર 2.5 ટકાનું કેશબેક પણ મળશે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો