તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Take A Family Floater Plan That Protects The Whole Family In Less Money, Up To 15 People Can Be Included

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓછા પૈસામાં સંપૂર્ણ પરિવારની સુરક્ષા આપતો ફ્લોટર પ્લાન લો, 15 લોકોનો સમાવેશ થઈ શકશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ અત્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાઈ ગયો છે. આવી જ નવી-નવી આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂરિયાત પણ દિવસેને દિવસે વધી રહી છે. એવામાં પરિવારના સભ્યો માટે  અલગ પોલિસી લેવાને બદલે સંપૂર્ણ પરિવાર માટે એક જ એવો ફ્લોટર પ્લાન લો. તેનાથી તમને ઓછા પૈસામાં સંપૂર્ણ પરિવાર માટે નાણાકીય સ્વાસ્થ્ય સુરક્ષા મળી શકે છે. આ પ્રકારના પ્લાનનો ફાયદો એ છે કે તમે ઓછા પ્રીમિયમ પર કુટુંબના 15 જેટલા સભ્યોનું હેલ્થ કવર લઈ શકો છો. આ પ્લાન હેઠળ ઇમરજન્સીમાં એડ ઓન કવર જેવી સુવિધા પણ તેમાં ઉપલબ્ધ છે.
 

ઓછા પૈસામાં નાણાકીય સુરક્ષા મળે છે

 • ફ્લોટર પ્લાનમાં પરિવારના તમામ સભ્યો કવર થઈ જાય છે. આ સાથે જ તમામ લોકોનું પ્રીમિયમ પણ એક જ આવે છે. દાખલા તરીકે, કોઈ પરિવારમાં ચાર સભ્યો હોય તો તમે દરેક માટે 2-2 લાખ રૂપિયાનો ઇન્ડિવિડ્યુઅલ પ્લાન લઈ શકો છો.
 • તેમાં દરેકને 2 લાખ રૂપિયાનું જ કવર મળશે, જ્યારે જો તમે 8 લાખ રૂપિયાનો ફેમિલી ફ્લોટર પ્લાન ખરીદો તો દરેકને 2ને બદલે 8 લાખ રૂપિયાનું કવર મળશે.
 • કોઈ સભ્યના રોગ પર અચાનક 5થી 7 લાખ રૂપિયા ખર્ચ કરવો પડ્યો તો ફેમિલી ફ્લોટર પ્લાન તમને આર્થિક સંકટમાંથી બચાવી લેશે.
 • આ યોજના પાછળ કંપનીઓની ધારણા એ છે કે, પરિવારના સભ્યો એકસાથે બીમાર પડે તેવી સંભાવના નથી હોતી.
 • ઇન્ડિવિડ્યુઅલ અને ફેમિલી ફ્લોટર ઇન્ડેમ્નિટી પ્લાન છે. આનો અર્થ એ કે તમે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થતો ખર્ચ પરત મળે છે.

15 લોકોને કવર કરી શકાય છે

 • ફ્લોટર પ્લાનમાં તમે તમારા પરિવાર એટલે કે પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા સાથે સાસુ-સસરાને એક્સટેન્ડેડ ફેમિલી કવર તરીકે લઈ શકાય છે. અનેક કંપનીઓ ફ્લોટર પ્લાનમાં પહેલેથી રહેલી પેરેંટલ બીમારીને પણ આવરી લે છે. જો કે, તમારે આ માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. કુલ, તમે ફ્લોટર પ્લાનમાં પરિવારના 15 સભ્યોને આવરી શકો છો.
 • તેમાં ક્રિટિકલ ઇલનેસના એડ ઓન કવરનો ઓપ્શન પણ મળે છે. એડ ઓન કવર તમને એવી મેડિકલ ઇમરજન્સીથી સરુક્ષા આપે છે જેની સારવારનો ખર્ચ વધારે હોઈ શકે છે, જે તમારી નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કવર નથી થતો.

ક્યાં સુધી રિન્યૂ કરાવી શકાય?
મોટાભાગની વીમા કંપનીઓ 60થી 65 વર્ષની વય સુધી પોલિસી રિન્યૂએબલ વિકલ્પો પ્રદાન કરે છે. જો કે, કેટલીક એવી કંપનીઓ છે જે આજીવન રિન્યૂએબલનો ઓપ્શન પણ આપે છે. એવામાં તમે એક એવો ફ્લોટર પ્લાન પસંદ કરો, જે તમને વધુમાં વધુ આર્થિક સુરક્ષા આપતો હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો