સુવિધા / SBIની ખાસ સુવિધા, ઘેરબેઠાં તમારું અકાઉન્ટ અન્ય બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકો છો

Special facility of SBI, you can transfer your account to other branches

  • તમારું અકાઉન્ટ ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ (SBI)માં હોય, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે
  • તમારું બેંક અકાઉન્ટ SBIમાં છે તો તમે ઘેરબેઠાં આ કામ થોડીવારમાં કરી શકો છો
  • તમે SBIમાં ઓનલાઈન બેંક અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો

Divyabhaskar.com

Nov 06, 2019, 12:55 PM IST

યુટિલિટી ડેસ્ક. જો તમારું અકાઉન્ટ ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ (SBI)માં હોય, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. હવે SBI અકાઉન્ટ હોલ્ડર્સ ઓનલાઈન એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકશે. ભાડાનાં મકાનો અને જોબ ટ્રાન્સફરના કારણે અત્યારે લોકોનાં ઘરનું સરનામું વારંવાર બદલાય છે. આ જ કારણે બેંક ઓનલાઈન બેંક ટ્રાન્સફરની સુવિધા આપી રહી છે. બ્રાન્ચ બદલવી ઘણી વખત જરૂરી બની જાય છે. જો તમારું બેંક અકાઉન્ટ SBIમાં છે તો તમે ઘેરબેઠાં આ કામ થોડીવારમાં કરી શકો છો. SBI ઓનલાઈન બ્રાન્ચ બદલવાની સુવિધા આપે છે. આ પ્રકારે તમે SBIમાં ઓનલાઈન બેંક અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.

SBIમાં ઓનલાઈન બેંક અકાઉન્ટ ટ્રાન્સફર કરતાં પહેલાં કેટલીક વાતો જાણવી જરૂરી છે. આ સુવિધાનો લાભ માત્ર તે લોકો જ ઉઠાવી શકે છે, જેમનું બેંક અકાઉન્ટ ‘નો યોર ક્લાઈંટ’(KYC)થી અપડેટેડ છે. તે ઉપરાંત ઓનલાઈન પ્રોસેસ ત્યારે પૂરી થશે જ્યારે તમારો મોબાલઈ નંબર બેંક અકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ હશે. ત્યારબાદ તમે તમારા SBIમાં ઓનલાઈન બેંક અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.


બેંક બ્રાન્ચ બદલવાની પ્રોસેસ

સૌથી પહેલાં નેટ બેંકિંગમાં લોગિન કરો. તમારા અકાઉન્ટના હોમ પેજ પર ‘ઈ-સર્વિસ’ બટન પર ક્લિક કરો. ‘ઈ-સર્વિસિસ’ સેક્શનમાં ડાબી બાજુએ સેવિંગ અકાઉન્ટ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી સ્ક્રીન પર તમને SBIમાં ઉપલબ્ધ અકાઉન્ટ દેખાશે. તમે જે અકાઉન્ટને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માગો છો, તેને પસંદ કરો અને બાદમાં SBIની અન્ય બ્રાન્ચનો કોડ નાખો.

ત્યારબાદ ‘ગેટ બ્રાન્ચ નેમ’ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ બ્રાન્ચનું નામ, તે બ્રાન્ચના કોડની નીચે આપવામાં આવેલા બોક્સમાં દેખાશે. ત્યાંથી આ કોડ પસંદ કરો. જો તમને બ્રાન્ચ કોડ પહેલાંથી જ ખબર હોય તો તમે તેને ભરી શકો છો. ‘નિયમ અને શરતો’ વાંચ્યા બાદ એક્સેપ્ટ પર ટિક કરીને સબમિટ કરવું.


સબમિટના બટન પર ક્લિક કરતાં તમને નવી બ્રાન્ચનું નામ અને કોડ દેખાશે જેમાં તમે તમારું અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માગો છો. તમામ માહિતી એક વખત વાંચી લેવી અને જો તમામ માહિતી યોગ્ય હોય તો કન્ફર્મ બટન પર ક્લિક કરવું. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ‘વન ટાઈમ પાસવર્ડ’ (OTP)આવશે, જેને નાખવાનો રહેશે. જ્યારે તમે કન્ફર્મ પર ક્લિક કરશો તો એક નવું પેજ ઓપન થશે.


તેના પર ટ્રાન્સફર કન્ફર્મેશન મેસેજ, તમારી અત્યારની બ્રાન્ચ અને તે બ્રાન્ચની વિગતો હશે જેના પર તમે તમારું અકાઉન્ટ ટ્રાન્સફર કર્યું છે. થોડા દિવસમાં બદલાઈ જશે બ્રાન્ચ SBIમાં ઓનલાઈન બેંક અકાઉન્ટ ટ્રાન્સફરની પ્રોસેસ તમારા તરફથી પૂરી થઈ જાય ત્યારબાદ એક સપ્તાહની અંદર આ નવી બ્રાન્ચમાં અકાઉન્ટ ઓપન થઈ જશે અને ત્યાંથી તમે બેંકિંગની તમામ સુવિધાનો લાભ લઈ શકશો.

X
Special facility of SBI, you can transfer your account to other branches
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી