તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Small Businessmen Will Soon Be Able To Get Loans Up To 1 Crore Without Any Documents

નાના ઉદ્યોગપતિઓને ટૂંક સમયમાં જ કોઈ ડોક્યૂમેન્ટ્સ વિના 1 કરોડ સુધીની લોન મળી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ દેશના નાના ઉદ્યોગપતિઓને કોઈ દસ્તાવેજ વિના 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરકારી બેંકો ટૂંક સમયમાં આ સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, જે પણ વ્યવસાયી વ્યક્તિ 6 મહિના સુધી GST રિટર્ન ફાઇલ કરે છે, તેણે લોન લેવા માટે કોઈ દસ્તાવેજ બતાવવાની જરૂર નહીં રહે. નાણા મંત્રાલયે GST એક્સપ્રેસ લોન સ્કીમને મંજૂરી આપી દીધી છે.
 

યોજના શું છે?
GST રિટર્ન ફાઇલ કરનારાઓ માટે ગુડ ન્યૂઝ છે. 59 મિનિટમાં લોન સ્કીમ બાદ હવે બેંકો GST એક્સપ્રેસ લોન સ્કીમ લાવી રહી છે. આ અંતર્ગત કોઇપણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વગર ઉદ્યોગપતિ 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.
 

કોણ ફાયદો ઉઠાવી શકશે?
નાણા મંત્રાલયે GST રિટર્ન પર લોન આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. વ્યવસાયના વિસ્તરણ માટે જાહેર ક્ષેત્રની બેંકોની નવી યોજના ટૂંક સમયમાં આવશે. આ પ્રસ્તાવ મુજબ, વ્યવસાયિક, પ્રોફેશનલ, કંપની અથવા ફર્મ અને સહકારી સંસ્થાઓને આ સુવિધા મળશે.
 

સ્કીમ સાથે જોડાયેલી શરતો
વેપારીઓને GST રિટર્નના આધારે ઓવરડ્રાફટની સુવિધા પણ મળશે. લોનની રકમ વાર્ષિક ટર્નઓવર, વેચાણ અને કોલેટરલના આધારે નક્કી કરવામાં આવશે. FD, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પત્ર અથવા સ્થાવર મિલકત પણ કોલેટરલ છે. રેપો બેઝ્ડ લેન્ડિંગ રેટ (RBLR) પર 2.25% સુધીનો વ્યાજ દર હોઈ શકે છે. એક વર્ષના સમયગાળાની લોન દર વર્ષે રિન્યૂ કરાવી શકાશે.