યુટિલિટી ડેસ્ક. ઘર ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો માટે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એક મોટી સુવિધા પ્રદાન કરી રહી છે. SBI બેંક ઘર ખરીદતા પહેલાં હોમ લોન આપી રહી છે. સામાન્ય રીતે ઘર પસંદ કર્યા બાદ લોકો હોમ લોન માટે બેંક પાસે જાય છે. તેને બદલે જો તમે પહેલા ‘પ્રી-અપ્રૂવ્ડ હોમ લોન ’લઈને ઘર શોધવાનું શરૂ કરો તો સસ્તું ઘર ખરીદવામા મદદ મળી શકે છે. એટલા માટે SBI પણ ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ હોમ લોન આપી રહી છે. બેંકે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે.
પ્રી-અપ્રૂવ્ડ હોમ લોનના ફાયદા
પ્રી-અપ્રૂવ્ડ હોમ લોનમાં ગ્રાહકોને એ ખબર હોય છે કે, તેને કેટલી હોમ લોન મળી શકે છે. તેનાથી સમય પણ બચશે અને કોઈ સમસ્યા પણ નહીં થાય. તમને ખબર પડી શકે છે કે, તમને ઘર માટે કેટલી હોમ લોન મળશે અને તમે તમારી તરફથી કેટલા પૈસા લગાવવાના છે. બંને જાણીને તમે ઘરનું બજેટ જાણી શકો છો અને તમારા બજેટમાં તમે ઘર ખરીદી શકો છો. તેના માટે બેંક અમુક ફી વસુલે છે.
અરજી કરતા તરત લોન મળે છે
દેશની સૌથી મોટી બેંક આ સુવિધા આપે છે. SBI પ્રી-અપ્રૂવ્ડ લોન પ્રોપર્ટીને અંતિમ રૂપ આપ્યા પહેલા ગ્રાહકોને હોમ લોન સીમાની મંજૂરી આપે છે. હાલમાં iciciબેંકે પણ આ સેવા શરૂ કરી છે. બેંક તત્કાલ હોમ લોન હેઠળ નોકરી કરનારને અરજી કરતા જ એક કરોડ રૂપિયાની લોન 30 વર્ષ સુધી ઉપલબ્ધ કરાવી રહી છે.
SBI સૌથી ઓછા વ્યાજ દર પર હોમ લોન આપે છે
ભારતીય સ્ટેટ બેંક દેશમાં સૌથી ઓછા વ્યાજ દર પર હોમ લોન પ્રદાન કરી રહી છે. SBI હોમ લોનનું વ્યાજ 7.90 ટકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.