વ્યાજ દર / SBIએ સેવિંગ અકાઉન્ટ અને FD પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો

SBI reduced interest rates on savings accounts and FDs

  • SBIએસેવિંગ બેંક ડિપોઝિટના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો
  • SBIએ રિટેલ ડિપોઝિટ પર 0.10 ટકા અને બલ્ક ડિપોઝિટ પર 0.30 ટકા વ્યાજ દર ઘટાડ્યો
  •  નવા વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે

Divyabhaskar.com

Oct 09, 2019, 05:10 PM IST

યુટિલિટી ડેસ્ક. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા સેવિંગ બેંક ડિપોઝિટના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.SBIએ અત્યાર સુધીમાં સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારા લોકોને 3.50 ટકાના હિસાબે વ્યાજ આપતી હતી. જે હવે 3.25 ટકા મળશે.SBIએ રિટેલ ડિપોઝિટ પર 0.10 ટકા અને બલ્ક ડિપોઝિટ પર 0.30 ટકા વ્યાજ દર ઘટાડ્યો છે. નવા દર 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે.

બેંકે એકથી બે વર્ષના સમયગાળાની રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બલ્ક ટર્મડિપોઝિટ પર મળનારા વ્યાજમાં પણ ઘટાડો કર્યો છે.એસબીઆઈએ એફડી પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તો બલ્ક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ટર્મ ડિપોઝિટનો સમયગાળો એકથી બે વર્ષ સુધીનો છે. નવા વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે.

નવા વ્યાજ દર

સમયગાળો વ્યાજ દર (સામાન્ય નાગરિક માટે) વ્યાજ દર (વરિષ્ઠ નાગરિક માટે)
7થી 45 દિવસ સુધી 4.50 ટકા 5 ટકા
46થી 179 દિવસ સુધી 5.50 ટકા 6 ટકા
180થી 210 દિવસ સુધી 5.80 ટકા 6.30 ટકા
211દિવસથી એક વર્ષ સુધી 5.80 ટકા 6.30 ટકા
1થી 2 વર્ષ સુધી 6.40 ટકા 6.90 ટકા
2થી 3 વર્ષ સુધી 6.25 ટકા 6.75 ટકા
3 વર્ષથી 5 વર્ષ સુધી 6.25 ટકા 6.75 ટકા
5 વર્ષથી 10 વર્ષ સુધી 6.25 ટકા 6.75 ટકા

X
SBI reduced interest rates on savings accounts and FDs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી