બેંકિંગ / SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતાં વ્યાજમાં ઘટાડો કર્યો, લોન પર ઓછું વ્યાજ આપવું પડશે

SBI reduced interest rate on fixed deposit

  • આ નવો વ્યાજ દર 10 નવેમ્બરથી અમલી બનશે
  • ચાલુ નાણાકીય વર્ષમાં સતત સાતમી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે 

Divyabhaskar.com

Nov 08, 2019, 02:15 PM IST
યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ચાલુ નાણાકીય વર્ષમાં સતત સાતમી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. SBIએ શુક્રવારે તેના તમામ સમયગાળાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 5 બેસિસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી છે. આ નવા વ્યાજ દર 10 નવેમ્બરથી લાગુ થશે. આ સિવાય બેંકે ડિપોઝિટ પર મળતા વ્યાજ દરમાં પણ ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે.
વ્યાજ દર 8% પર આવી જશે
  • SBI દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો થયા બાદ MCLR સાથે જોડાયેલા એક વર્ષના સમયગાળાની તમામ પ્રકારની લોન પરના વ્યાજનો દર ઘટીને 8% પર આવી જશે. આ સિવાય, બેંકે ડિપોઝિટ પર મળતા વ્યાજ દરનીમ પણ ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે.
  • SBIના જણાવ્યા અનુસાર, 1 વર્ષથી લઇને 2 વર્ષ સુધીની રિટેલ ટર્મ ડિપોઝિટ પર મળતા વ્યાજ દરમાં 15 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે તમામ ટર્મ બલ્ક ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 30થી 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. બધા નવા દરો 10 નવેમ્બર 2019થી લાગુ થશે.

નવા વ્યાજ દર

સમયગાળો વ્યાજ દર (સામાન્ય જનતા માટે) વ્યાજ દર (સિનિયર સિટીઝન માટે)
7થી 45 દિવસ સુધી 4.50% 5%
46થી 179 દિવસ સુધી 5.50% 6%
180થી 210 દિવસ સુધી 5.80% 6.30%
211 દિવસથી 1 વર્ષ સુધી 5.80% 6.30%
1 વર્ષથી 2 વર્ષ સુધી 6.25% 6.75%
2 વર્ષથી 3 વર્ષ સુધી 6.25% 6.75%
3 વર્ષથી 5 વર્ષ સુધી 6.25% 6.75%
5 વર્ષથી 10 વર્ષ સુધી 6.25% 6.75%

X
SBI reduced interest rate on fixed deposit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી