તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્ક. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધા પ્રદાન કરે છે. તેમાંથી એક સુવિધા છે SBIની હેલ્પલાઈન, જેનું નામ ‘SBI ક્વિક’ રાખવામાં આવ્યું છે. SBI ક્વિકની સેવા તમે SMS અથવા એક મિસ કોલ દ્વારા શરૂ કરી શકો છો. આ સુવિધાની મદદથી થી SBIના ગ્રાહકો અકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટની સાથે એજ્યુકેશન લોન, ચેક બુક માટે આવેદન, અગાઉના 6 મહિનાનું અકાઉન્ટ બેલેન્સ, હોમ લોન અને એજ્યુકેશન લોન ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. SBIની આ એપમાં કેટલાક ફીચર્સ જોડવામાં આવ્યા છે જેમ કે, બેંક હોલિડે કેલેન્ડ જેવી સુવિધા.
આ નવા ફીચર્સની મદદથી ગ્રાહકો પોતાના રાજ્યના આધાર પર બેંક હોલિડે લિસ્ટ વિશે જાણકારી મેળવી શકો છો. આ ફીચર અંતર્ગત તમામ રાજ્યો, યૂનિયન ટેરેટરી અને સર્કલના આધાર પર હોલિડેનું લિસ્ટ હશે.
તાજેતરમાં SBIએ આ વિશે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે, 'SBI Quick App'ની મદદથી તમે તમારા વિસ્તારમાં બેંક હોલિડે વિશેની માહિતી સરળાથી પ્રાપ્ત કરી શકો છો. તમે ફક્ત એક એપથી તમે તમારી બેંકથી સંબંધિત બધી માહિતી મેળવી શકો છો.
તમે SBIની આ ક્વિક એપને એન્ડ્રોઈડ, વિન્ડોઝ, iOS અને બ્લેકબેરીના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એકવાર આ એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય છે તો તેના ઉપયોગ માટે તમારે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. તમે SMS અથવા મિસ્ડ કોલ દ્વારા પણ આ સુવિધા માટે કમ્યુનિકેટ કરી શકો છો.
ચેકબુક માટે આ રીતે અરજી કરવી
તેના માટે તમારે 09223588888 નંબર પર ‘CHQREQ’ લખીને મોકલવું પડશે. ત્યારબાદ તમને એક SMS આવશે. આ SMSના જવાબમાં તમારે ‘CHQACC Y SMSથી મળેલ 6 ડિજિટનો નંબર લખીને 2 કલાકની અંદર 09223588888 મોકલવો પડશે.
હોમ લોન સર્ટિફિકેટ માટે તમારે HLI લખીને 09223588888 પર SMS કરી શકો છો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.