સુવિધા / SBIએ ‘ડેબિટ કાર્ડ EMI’ સુવિધા લોન્ચ કરી, હવે શોપિંગ કરવું સરળ બનશે

SBI launches 'Debit Card EMI' feature, making shopping easier now

Divyabhaskar.com

Oct 09, 2019, 02:57 PM IST

યુટિલિટી ડેસ્કઃ તહેવારની સિઝનમાં દેશની સૌથી મોટી બેંક SBI તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી છે. આ અંતર્ગત હવે તમે ડેબિટ કાર્ડથી ખરીદી કરીને EMIમાં પણ પેમેન્ટ કરી શકો છો અને આ માટે તમારે કોઈ વધારાની ફી પણ નહીં ચૂકવવી પડે. SBIએ ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર તેના ગ્રાહકોને EMIનો ઓપ્શન આપ્યો છે. SBIએ રામનવમીના અવસરે EMIના ઓપ્શનવાળું ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે.

PoS મશીનથી ચૂકવણી કરવી પડશે
SBIના જણાવ્યા અનુસાર, બેંકના ડેબિટ કાર્ડથી ખરીદી કરતી વખતે તમારે PoS મશીનથી ચુકવણી કરવી પડશે. આમાં તમારી પાસે 6 મહિનાથી લઇને 18 મહિના સુધીના હપ્તાઓમાં ચુકવણી કરવાનો વિકલ્પ હશે.
ખાસ વાત એ છે કે આ માટે કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નથી. એસબીઆઈ ડેબિટ કાર્ડ દ્વારા તમે દેશના 15,000થી વધુ શહેરોમાં 40,000 રૂપિયા સુધીની ખરીદી કરી શકો છો, જેની EMIમાં ચૂકવણી થઈ શકે છે. પરંતુ ચુકવણી PoS મશીનથી કરવાની રહેશે.

ઓનલાઇન શોપિંગ પર પણ આ ઓપ્શન છે
જો કે, ઓનલાઇન શોપિંગમાં ઇએમઆઈથી ચુકવણી કરવાનો વિકલ્પ મળે છે, પરંતુ આ ઓપ્શન ફક્ત ક્રેડિટ કાર્ડ પર જ ઉપલબ્ધ છે. હવે કેટલીક ઓનલાઇન શોપિંગ કંપનીઓએ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર પણ EMI વિકલ્પ આપ્યો છે.
ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે પોતાના ગ્રાહકોને શોપિંગ દરમિયાન ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ઇએમઆઈનો વિકલ્પ આપ્યો છે.

સારી ક્રેડિટ પ્રોફાઇલવાળાને ફાયદો થશે
SBIના એવા ગ્રાહકો કે જેમની ક્રેડિટ પ્રોફાઇલ સારી છે તેઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. આના સંદર્ભમાં વધુ સારો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને SMS અથવા ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે.

SMS મોકલીને લાયકાત જાણી શકાય
ડેબિટ કાર્ડ પર ઇએમઆઈ ઓપ્શનનો લાભ ઉઠાવવા તમારે તમારા ફોનમાં DCEMI ચાઇપ કરીને 567676 પર એક SMS મોકલવાનો રહેશે. આ મેસેજ મોકલ્યા પછી તમને સામેથી મેસેજ આવશે જેમાં તમને જાણવા મળશે કે તમે તમારા ડેબિટ કાર્ડથી EMIમાં ચૂકવણી કરી શકશો કે નહીં.

X
SBI launches 'Debit Card EMI' feature, making shopping easier now
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી