ન્યૂ લોન્ચ / SBIએ વિસ્તારા એરલાઇન્સ સાથે મળીને નવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું, ફ્રીમાં અનેક સુવિધાઓ મળશે

SBI launches a new credit card in collaboration with vistara airlines

Divyabhaskar.com

Nov 29, 2019, 03:47 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી બેંક SBIએ એરલાઇન કંપની વિસ્તારા સાથે મળીને એક નવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ક્રેડિટ કાર્ડથી પ્લેનમાં મુસાફરી કરનારા યુઝરને ફ્રીમાં અનેક સુવિધાઓ મળશે.

વિસ્તારા અને SBIએ મળીને ક્લબ વિસ્તારા SBI કાર્ડના બે વર્ઝન રજૂ કર્યાં છે. આ ક્રેડિટ કાર્ડથી યુઝર્સને અનેક મોટા ફાયદા મળવાના છે. ઉતાહરણ તરીકે, આ કાર્ડ દ્વારા ફ્રીમાં પ્લેન ટિકિટ કેન્સલ કરાવી શકાય છે. એ જ રીતે ક્લબ વિસ્તાર સિલ્વર/બેઝ કેટેગરીની મેમ્બરશિપ અને ટ્રાવેલની કેટેગરી અપડેટ કરવા માટે વાઉચર જેવી સુવિધાઓ પણ મળશે.

આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડના યુઝર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, લાઉન્જ માટે વાઉચર અને આકર્ષક ઓફર અને રિવોર્ડનો પણ લાભ ઉઠાવી શકે છે. ક્લબ વિસ્તારા SBI કાર્ડનાં બંને વર્ઝનની જોઇનિંગ ફી 1,499 રૂપિયાથી લઇને 2,999 રૂપિયા સુધી છે. તેમજ, વાર્ષિક ફી અનુક્રમે 1,499 રૂપિયા અને 2,999 રૂપિયા છે.

જો તમે ક્લબ વિસ્તારા SBI માટે અપ્લાય કરવા માગતા હો તો SMS VISTARA ટાઇપ કરીને 5675791 પર મેસેજ કરવાનો રહેશે. તેમજ, http://www.sbicard.com લિંક પર ક્લિક કરીને પણ ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરી શકાય છે. આ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી વધુ જાણકારી માટે https://www.airvistara.com/trip/partnership-exclusives/club-vistara-sbi-card પર ક્લિક કરી શકો છો.

X
SBI launches a new credit card in collaboration with vistara airlines
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી