વ્યાજ દર / SBIએ છઠ્ઠી વખત વ્યાજ દર ઘટાડ્યો, આજથી SBIની હોમ-ઓટો અને પર્સનલ લોન સસ્તી થઈ

SBI decrease interest rates for sixth time, making SBI home-auto and personal loans cheaper

Divyabhaskar.com

Oct 09, 2019, 12:59 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ દિવાળીના તહેવાર પહેલાં ગ્રાહકોને વધુ એક ગિફ્ટ આપી છે. SBIએ 10 ઓક્ટોબરથી MCLR દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે. હવે જો તમે ઘર, ઓટો (SBI Loan Products) અને પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આ સારા સમાચાર છે. SBI દ્વારા ઘટાડેલા દરનો લાભ તમને મળી શકશે. 4 ઓક્ટોબરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 0.25% વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી હતી. તેથી, રેપો રેટ 0.25% ઘટીને 5.15% પર આવી ગયો છે.

SBI દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તહેવારના પ્રસંગે ગ્રાહકોને વધુ લાભ આપવા માટે બેંકે તમામ સમયગાળાના MCLR રેટમાં 0.10%નો ઘટાડો કર્યો છે. હવે એક વર્ષ માટે નવો MCLR દર 8.15%થી ઘટીને 8.05% થઈ ગયો છે. નવો દર 10 ઓક્ટોબરથી લાગુ થશે. બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં સતત છઠ્ઠી વખત દરમાં ઘટાડો કર્યો છે.

RBIના રેપો રેટ ઘટાડ્યા પછી SBIએ MCLRના આધારે લોનના દર ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI 0.10% સસ્તી થઈ ગઈ છે. MCLRમાં વધારો અથવા ઘટાડો થવાની અસર નવી લોન લેનારાઓ સિવાય એ ગ્રાહકોને પણ અસર કરશે જેમણે એપ્રિલ 2016 પછી લોન લીધી છે.

X
SBI decrease interest rates for sixth time, making SBI home-auto and personal loans cheaper
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી