તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBIના ગ્રાહકો ઓનલાઇન પણ પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

યુટિલિટી ડેસ્કઃ SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) પોતાના ગ્રાહકોને મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે સુવિધા આપી રહી છે. ગ્રાહકોએ મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે હવે બેંકના ધક્કા ખાવાની જરૂરિયાત નહીં રહે. ઇન્ટરનેટનાં માધ્યમથી ઘરે બેઠા જ મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે.

મોબાઈલ નંબર અપડેટ કરાવવાની પ્રોસેસ

 • સૌ પ્રથમ SBIની ઓફિશિયલ વેબસાઈટ www.onlinesbi.com પર જઈને અકાઉન્ટ લોગ ઈન કરો.
 • ત્યારબાદ ડાબી બાજુ સૌથી ઉપરની આપેલા સેક્શન My Accounts and Profile પર જઈને ડ્રોપ ડાઉન કરો.
 • હવે profile પર ક્લિક કરી Personal details/Mobile પર ક્લિક કરો.
 • હવે profile password સબમિટ કરી Submit પર ક્લિક કરો.
 • હવે મોબાઈલ નંબર પર ક્લિક કરી નવી ડિટેઈલ્સ અપડેટ કરી અને ચેન્જ મોબાઈલ નંબર ડોમેસ્ટિક ઓનલી પર ક્લિક કરો.
 • ત્યારબાદ ઓપન થતી ટેબમાં નવો નંબર સબમિટ કરો.
 • ત્યારબાદ મોબાઈલ નંબર અપડેશન માટે 3 વિકલ્પ જોવા મળશે. પ્રથમ OTPનાં ઓપ્શનમાં નવા અને જૂનાં બંને નંબર પર OTP સેન્ડ કરવામાં આવે છે.
 • બીજા ઓપ્શનમાં ATMથી ઇન્ટરનેટ બેંકિંગ રિક્વેસ્ટ અપ્રૂવલનાં માધ્યમથી અને ત્રીજો ઓપ્શનમાં કોન્ટેક્ટ સેન્ટરથી કોલ માટે રિકવેસ્ટ મોકલવાની હોય છે.
 • જો તમે OTP ની પસંદગી કરો છો તો બેંક માં રહેલાં તમારાં ડેબિટ/ATM કાર્ડનાં અકાઉન્ટની પસંદગી કરવાની રહેશે અને ત્યારબાદ કાર્ડની ડિટેઈલ્સ અને કેપ્ચા કોડ સબમિટ કરી PROCEED પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ મોબાઈલ નંબર અપડેશનનો એક મેસેજ શૉ થશે.
 • નવા અને જૂના બંને મોબાઈલ નંબર SMS આવશે જેમાં એક્ટિવેટ નંબર અલગ અલગ હશે.
 • તમારે બંને મેસેજમાં લખેલા ACTIVATE અને રેફરન્સ નંબર કોપી કરવાનો રહેશે અને બંને મોબાઈલ નંબરથી 567676 પર SMS કરવાનો રહેશે. ત્યારબાદ તમારો નંબર બદલાઈ જશે.

બેંકમાં સાચો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપવો જરૂરી 
બેંકમાં સાચો મોબાઈલ નંબર આપો જરૂરી છે આમ ન કરવાથી તમારા બેંક અકાઉન્ટ સાતે ફ્રોડ થઈ શકે છે. સાચો મોબાઈલ નંબર બેંકમાં સબમિટ ન કરવાથી અથવા તો બેંકમાં આપેલ મોબાઈલ નંબરનો ઉપયોગ ન કરવાથી ટ્રાન્જેક્શન માટે OTP તમારા સુધી નથી પહોંચતો આ સિવાય બેંક દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પણ નહીં મળે.

ATMથી પૈસા કાઢવા માટે OTP જરૂરી 
1 જાન્યુઆરીથી SBIએ ATM ટ્રાન્જેક્શન માટે OTP સર્વિસ શરૂ કરી છે. તે અંતર્ગત રાતે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી ATM ટ્રાન્જેક્શન માટે OTP રજિસ્ટર્ડ કરાવવો આવશ્યક છે. આ નિયમ 10 હજારથી વધારે રકમનાં ટ્રાન્જેક્શન પર લાગુ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો