તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • SBI And Canara Bank Launch Cardless Transaction Service, Withdraw Money Even If ATM Card Is Forgotten At Home

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBI અને કેનેરા બેંકે કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન સર્વિસ શરૂ કરી, ATM કાર્ડ ઘરે ભૂલી ગયા તો પણ પૈસા ઉપાડી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

  • SBI YONO એપમાંથી પૈસા ઉપાડતી વખતે સૌપ્રથમ તમારે YONO એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ નેટ બેંકિંગ યુઝર ID અને પાસવર્ડ નાખો. એક્ટિવ યુઝર આઇડી અને પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે ફરી એકવાર લોગ ઇન પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ-1: એકવાર એક્ટિવેટ થયા બાદ તમે ઇચ્છો તો એપની અંદર 6 અંકોની M પિન સેટ કરી શકો છો. એપમાં લોગ ઇન થતાં જ હોમ સ્ક્રીનની નીચે ડાબી બાજુએથી ત્રીજો વિકલ્પ 'યોનો કેશ'નો છે. તેને ઓપન કરવા પર તમારી સામે 'ATM', 'મર્ચન્ટ POS', 'CSP' અને કાર્ડલેસ શોપિંગના કુલ ચાર ઓપ્શન જોવા મળશે.
  • સ્ટેપ-2: ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે પ્રથમ વિકલ્પ પસંદ કરવો પડશે. તેની આગલી સ્ક્રીન પર તમારે ઉપાડવાની રકમ વિશેની માહિતી આપવી પડશે. આગળ ક્લિક કર્યા પછી તમારે ઇચ્છિત છ અંકનો પિન આપવો પડશે, જે પૈસા ઉપાડતી વખતે કામ આવશે.
  • સ્ટેપ-3: હવે નેક્સ્ટ ટર્મ એન્ડ કન્ડિશનવાળા બોક્સને ટિક કર્યાં બાદ કન્ફર્મ બટન દબાવો. આટલું કરતાં જ તમારા મોબાઇલ પર પાંચ અંકનો કેશ ટ્રાન્ઝેક્શન નંબરનો મેસેજ આવશે.
  • સ્ટેપ-4: આ CSN અને પિન ચાર કલાક માટે માન્ય હશે. સ્ટેટ બેંકના ATMમાં યોનો કેશ પર ક્લિક કર્યાં બાદ બંને નંબર્સનો ઉપયોગ કરીને તમે પૈસા ઉપાડી શકો છો.
  • કેનરા બેંકમાંથી કાર્ડલેસ રોકડ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સહેલી છે. આ માટે, તમારે કેનેરા બેંક એપ્લિકેશન ડાઉનલોડ કરીને એક્ટિવેટ કરવાની રહેશે. તેમાં પણ એકવાર રજિસ્ટ્રેશન પછી M પિનનો ઓપ્શન આવશે, જે આગળ તમારું લોગ ઇન કરવાનું સરળ બનાવશે.
  • સ્ટેપ-1: એપ્લિકેશનમાં લોગ ઇન કર્યાં પછી 'ATM કાર્ડલેસ કેશ'નો ઓપ્શન હોમ સ્ક્રીનના ટોપ પર જોવા મળશે. આગલી સ્ક્રીન પર તમારે રૂપિયા ઉપાડવાની રકમ અને ચાર અંકનો તમારો વન ટાઇમ પિન આપવો પડશે, જે રૂપિયા ઉપાડતી વખતે કામ આવશે.
  • સ્ટેપ-2: ત્યારબાદ તેને કન્ફર્મ કરવા માટે તમારે એપ્લિકેશન લોગ ઇન સાથે છ-અંકનો M પિન ફરીથી દાખલ કરવો પડશે.
  • સ્ટેપ-3: ત્યારબાદ તમને ATMમાંથી પૈસા ઉપાડવા માટે 15 મિનિટ મળશે. જો તમે આ સમયમાં પૈસા ઉપાડી ન શક્યા તો તમારી વન ટાઇમ પિન એક્સપાયર થઈ જશે.
  • સ્ટેપ-4: કેનરા બેંકના ATMમાંથી કેશલેસ ઉપાડ કરવા માટે તમારે ફક્ત બેંક સાથે નોંધાયેલ તમારો મોબાઇલ નંબર, વન ટાઇમ પિનની વિગત મશીનમાં આપવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser