તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • SBI Alerts Customers About Cashback Offer Which Will Be Closed On Petrol Pumps From October 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપ પર મળતી કેશબેકની ઓફર બંધ, SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધતા છેલ્લાં ઘણા સમયથી લોકો પેટ્રોલ ભરાવતી વખતે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક સહિત અન્ય અનેક ઓફર્સ મળે છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી તમને કેશબેકની સુવિધા નહીં મળે.


દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એક SMS મોકલ્યો છે. આ SMSમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળતી 0.75%ની છૂટ બંધ કરવામાં આવી રહી છે.


જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે પેટ્રોલ પંપ પર આશરે છેલ્લાં 3 વર્ષથી મળી રહેલી આ સુવિધા હવે બંધ થઈ જશે. વર્ષ 2016ના અંતમાં નોટબંધી પછી સરકારને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને પેટ્રોલ ખરીદવા માટે કાર્ડથી થતી ચૂકવણી પર 0.75% ડિસ્કાઉન્ટ આપવાનો આદેશ આપ્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓએ સરકારના આદેશ પછી ડિસેમ્બર 2016માં ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઈ-વોલેટ દ્વારા 0.75%નું ડિસ્કાઉન્ટ શરૂ કર્યું હતું. આ ઓફર હવે 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો