યુટિલિટી ડેસ્ક. ભારતીય રેલવેએ મુસાફરો અને તેમના સામાનની સુરક્ષાને લઈને એક નવો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, હવે તમે ચાલુ ટ્રેને ચોરી અને સ્નેચિંગના કેસમાં એઆઈઆર નોંધાવી શકશો. 10 ઓક્ટોબરે આ સુવિધા લોન્ચ કરવામાં આવી અને તે સાથે મુસાફરો આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. રાજ્ય રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એપનું નામ ‘સહયાત્રી’ રાખવામાં આવ્યું છે. ગુરુવારે www.railwaysdelhipolice.gov.in વેબસાઈટ અને સહયાત્રી એપ લોન્ચ કરવામાં આવી છે. અને આ બંને સુવિધા રેલવે મુસાફરો માટે જ છે. તે ઉપરાંત વેબસાઈટ સમગ્ર દેશ માટે બનાવવામાં આવી છે. જેમાં ગુનેગારોનો ડેટા શેર કરીને ગુનો રોકવામાં મદદ મળશે.આ બંને સુવિધામાં રેલવે મુસાફરોને રેલવે સંબંધિત અલગ અલગ અપડેટ પણ આપવામાં આવશે.
પોલીસ સ્ટેશન નહીં જવું પડે
જીઆરપી સહયાત્રી નામની આ એપ દ્વારા મુસાફર ટ્રેનને રોક્યા વગર પોતાના મોબાઈલથી એપની મદદથી એફઆઈઆર નોંધાવી શકે છે. જીઆરપી અધિકારીઓના જણાવ્યા મુજબ, એપની સુવિધાથી રેલવે મુસાફરોને એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં જીઆરપીનાં કામ સંબંધિત પોતાનો અનુભવ પણ મુસાફર આ એપ પર શેર કરી શકશે.
તેનાથી બે પોલીસ મથકો વચ્ચે સીમા વિવાદની સમસ્યા પણ દૂર થશે.પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એવું નથી કે વર્તમાન સમયમાં દિલ્હી પોલીસની વેબસાઈટથી અથવા તત્પર એપ્લિકેશન પર એફઆઈઆર નોંધાવી શકાતી નથી. પરંતુ સહયાત્રી એપ ખાસ રેલવે મુસાફરો માટે જ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.