તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Registration For PM Kisan Samman Nidhi Yojana Can Now Be Done At The Common Service Center

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે હવે કોમન સર્વિસ સેન્ટર પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે
  • આ યોજવા 1 ડિસેમ્બર 2018થી સમગ્ર દેશમાં લાગુ થઈ ચૂકી છે

યુટિલિટી ડેસ્કઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને પાત્ર લાભાર્થી હવે કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડુતોને વર્ષે 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા (કુલ 6,000 રૂપિયા) આપવામાં આવે છે. CSCના સીઈઓ દિનેશ ત્યાગીએ બુધવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, લાયક ખેડૂતોને લાભ મળે તે માટે કૃષિ મંત્રાલયે CSCને ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનો અધિકાર આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નિયુક્ત કરવામાં આવેલા સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારી અત્યારે આ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે.

દેશમાં 3 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર છે

  • ત્યાગીએ કહ્યું કે, હવે પીએમ કિસાન સન્માન નિધિ માટે પાત્ર ખેડુતો હવે દેશભરમાં ફેલાયેલાં 3 લાખથી વધુ CSC દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા કૃષિ મંત્રાલયે CSC સાથે જોડાણ કર્યું છે.
  • CSCને જૂની નોંધણીઓ બદલવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત, જે ખેડુતો પહેલેથી લાભ લઈ રહ્યા છે અને પોતાનાં રજિસ્ટ્રેશનમાં સરનામું અથવા નોમિની બદલાવવા માગતા હો તેઓ CSC દ્વારા આ કરાવી શકે છે.

સીધા ખાતાંમાં પૈસા પહોંચશે
આ રકમ બે-બે હજાર રૂપિયાના હપ્તામાં ચાર મહિનાના અંતરથી ત્રણ વાર સીધી ખેડૂતનાં બેંક ખાતામાં જમા થશે. તેની પાછળની સરકારની વિચારસરણી એ છે કે આટલી ઓછી જમીન પર થતાં ઉત્પાદનથી ખેડૂત આખા વર્ષ દરમિયાન તેના પરિવારનું પોષણ અને જરૂરિયાત પૂરી કરી શકતો નથી.

આ ડોક્યૂમેન્ટ્સ આપવા પડશે

  • રેવન્યૂ રેકોર્ડ, બેંક ખાતા નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબર આપવાનો રહેશે. જો તમને કંઇ ન સમજાય તો તમે તમારા અકાઉન્ટન્ટનો સંપર્ક કરી શકો છો. અકાઉન્ટન્ટ જ આ પુષ્ટિ આપી શકે છે કે તમે ખેડૂત છો. જો તમે SC/ST કેટેગરીના હો તો તેના માટે એક સર્ટિફિકેટ આપવું પડશે.
  • પિતાનું નામ, જન્મ તારીખ, ખેતીની માહિતી (દા.ત. ખેતરનું કદ, કેટલી જમીન છે વગેરે) આપવું પડશે. ખેડુતોના નામની યાદી પંચાયત પર લગાવવામાં આવશે. આ સિવાય, તમારા મોબાઇલ પર પણ SMS મોકલવામાં આવશે.

કોણ આ યોજનાનો લાભ લઈ શકે?
આમાં એવા ખેડૂત પરિવારો સામેલ છે, જેમાં પતિ-પત્ની અને 18 વર્ષ સુધીના બાળકો 2 હેક્ટર જમીનમાં ખેતી કરતાં હોય. 1 ફેબ્રુઆરી 2019 સુધી જમીનના રેકોર્ડમાં ખેડૂતનું નામ હોવું જરૂરી છે.
આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના ખેડૂતો લઈ શકશે. સરકારી કર્મચારીઓની વાત કરીએ તો ચોથા વર્ગના કર્મચારીઓને લાભ મળશે. આ યોજના 1 ડિસેમ્બર 2018થી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...