તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Railways Start Displaying Reservation Chart Online, Information About Seats Reserved And Vacant Seats

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન ડિસ્પ્લે કરવાનું શરૂ કર્યું, બુક થયેલી સીટો અને ખાલી સીટો વિશે જાણકારી મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હકીકતમાં ટ્રેન શરૂ થવાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ જારી કરવામાં આવશે
 • મુસાફરો સરળતાથી બુક થયેલી સીટો અને બુક વગરની સીટો વિશે જાણકારી મેળવી શકે છે
 • ચાર્ટ બન્યા બાદ એક ક્લિક પર તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી શકે છે

યુટિલિટી ડેસ્ક. જો તમે હંમેશાં રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હો તો પોતાની સીટને કન્ફર્મેશનને લઈને ટેન્શનમાં છો તો તમને રેલવે મોટી રાહત આપી દીધી છે. હવે તમારે કન્ફર્મ ટિકિટ લેવા માટે ઈન્ડિયન રેલવે એક બીજી સુવિધા પ્રદાન કરી રહી છે. સારી સુવિધા પ્રદાન કરવા માટે ઈન્ડિયન રેલવે હંમેશાં ફેરફાર કરતી રહે છે. આ ફેરફાર અંતર્ગત ઈન્ડિયન રેલવેએ એક પહેલ કરી છે. રેલવેની આ નવી પહેલથી લાખો મુસાફરોને ફાયદો મળી શકે છે. 


ઈન્ડિયન રેલવે હવે રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન ડિસ્પ્લે કરવાનું શરૂ કર્યું છે. તેનાથી બુક થયેલી સીટો અને ખાલી સીટો વિશે જાણકારી મળશે. રેલવે મત્રાંલયના જણાવ્યા પ્રમાણે, રેલવે મુસાફરો સરળતાથી બુક થયેલી સીટો અને બુક વગરની સીટો વિશે જાણકારી મેળવી શકે છે. ચાર્ટ બન્યા બાદ એક ક્લિક પર તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી શકે છે. 


હકીકતમાં ટ્રેન શરૂ થવાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ જારી કરવામાં આવશે. ત્યારબાદ બીજો ચાર્ટ મુસાફરી શરૂ થવાના અડધા કલાક પહેલાં જારી કરવામાં આવશે. આ બીજા ચાર્ટ દ્વારા મુસાફરો ટ્રેનની સીટ એલોકેશન વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. નવુ ફીચર IRCTC e-ticket booking platformની વબસાઈટ અને મોબાઈલ બંને પર દેખાશે. 

આ રીતે ચેક કરો ચાર્ટ
તેના માટે સૌથી પહેલા તમારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ પર લોગ-ઈન કરવાનું રહેશે. ત્યારબાદ ચાર્ટ અથવા વેકેન્સીનો ઓપ્શન દેખાશે. હવે મુસાફરોની સંપૂર્ણ માહિતી જેમ કે, ટ્રેન નંબર, જર્ની ટેડ, બોર્ડિંગ સ્ટેશન તમામ જાણકારી આપ્યા બાદ તમને Get Train Chartના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ચાર્ટ દેખાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો