તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેએ થર્મલ સ્ક્રીનિંગની સુવિધા શરૂ કરી, 1 રૂપિયો આપીને મુસાફરો કોરોનાની તપાસ કરાવી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IRCTC એ કોરોના વાઈરસને અટકાવવા માટે એક ગાઈડલાઈન જારી કરી

યુટિલિટી ડેસ્ક. કોરોના વાઈરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. તેને જોતા ભારતીય રેલવેએ સ્ટેશનો પર મુસાફરો માટે  થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી છે. રેલવે મુસાફરો માત્ર 1 રૂપિયો આપીને તાવની તપાસ  થર્મલ સ્ક્રીનિંગ દ્વારા કરાવી શકશે. તે ઉપરાંત રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સતત સેનિટાઈઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.

1 રૂપિયામાં થર્મલ સ્ક્રીનિંગ કરાવો
કોરોના સંક્રમણને રોકવા માટે રેલવેએ મુસાફરોને સુવિધા આપી છે. મુસાફરો રેલવે સ્ટેશન પર એક રૂપિયામાં તાવનું થર્મલ સ્ક્રીનિંગ કરાવી શકે છે. એક રૂપિયાનું ક્લિનિક મુંબઈના 19 રેલવે સ્ટેશન પર કાર્યરત છે. આ સર્વિસ મુંબઈના સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન લાઈન પર ઉપલબ્ધ છે. આ ક્લિનિકમાં પેસેન્જર તાપમાન, બ્લડ પ્રેશર, ઓક્સિજનનું લેવલ, કન્સલ્ટેશન, પ્રિસ્ક્રિપ્શન અને કાઉન્સિલની સુવિધા મળશે. જો કોઈ મુસાફરનું તાપમાન ઉંચું હોવાનું જાણવા મળશે તો તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે


કેવી રીતે કામ કરે છે થર્મલ સ્કેનર
થર્મલ સ્કેનર એક એવું ડિવાઈસ અથવા સિસ્ટમ છે, જેના દ્વારા કોરોના વાઈરસ અથવા અન્ય કોઈ રોગથી પીડિત વ્યક્તિને ઓળખી શકાય છે. થર્મલ સ્કેનર ઇન્ફ્રારેડ કેમેરાની જેમ કાર્ય કરે છે. જ્યારે વાઈરસની સંખ્યા વધારે અથવા જોખમકારક સ્તરે હોય તેમજ વ્યક્તિના શરીરનું તાપમાન વધી જાય છે તો, તે સ્કેનર દ્વારા પસાર થતા વ્યક્તિના શરીરમાં રહેલા વાઈરસ ઈન્ફ્રારેડ તસવીરમાં દેખાય છે. તેનાથી જાણી શકાય છે કે વ્યક્તિ કોઈ ચેપથી પીડાઈ રહ્યો છે અને સરળતાથી ઓળખી શકાય છે. 

રેલેવે ખાવાને લઈને કડક પગલા લીધા છે. 
રલેવે બોર્ડે તમામ ઝોનલ રેલવે અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ કોરોના વાઈરસને અટકાવવા માટે એક ગાઈડલાઈન જારી કરી છે. જે ભારતીય રેલ્વે નેટવર્ક પરની તમામ કેટરિંગ સંસ્થાઓમાં લાગુ થવાની છે. રેલવે બોર્ડના જણાવ્યા પ્રમાણે, ખાંસી, તાવ, અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોવાળા કોઈ પણ કર્મચારીને ખાવાનું બનાવવાની, પીરસવા અથવા વેચવા માટે મોકલવામાં નહીં આવે. કેટરિંગ સંસ્થાઓમાં રહેલા તમામ સુપરવાઈઝર્સને વ્યક્તિગત રીતે સ્વચ્છતા જાળવવા માટે કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત આ સંદર્ભે તેમની નીચે કામ કરતા લોકોને સલાહ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ખાવાનું બનાવવા અને કેટરિંગ સર્વિસમાં રહેલા તમામ કર્મચારીઓએ નિયમિતપણે પોતાના યુનિફોર્મ ધોવા અને ડ્યુટી પર સ્વચ્છ યુનિફોર્મ પહેરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાવા-પીવાની વસ્તુઓનું સારી રીતે પેકિંગ કરવાની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત શક્ય હોય તો ખુલ્લી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવાનું તેમજ તમામ ખાવા-પીવાની વસ્તુને સારી જગ્યાએ રાખવા  જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...