- રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંઘી થઈ જશે
- ભારતીય રેલવે ભાડામાં વધારા અંગે એક પોલિસી તૈયાર કરી રહી છે
- 8-10 ટકા સુધી ભાડામાં વધારો કરવામાં આવી શકે છે
Divyabhaskar.com
Nov 28, 2019, 11:52 AM ISTયુટિલિટી ડેસ્ક. રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંઘી થઈ જશે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સરકારે રેલવેના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રેલવેની મુસાફરી મોંઘી થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય રેલવે ભાડામાં વધારા અંગે એક પોલિસી તૈયાર કરી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં તે તૈયાર થઈ જશે તેવી શક્યતા છે.
8-10 ટકા સુધી ભાડામાં વધારો કરવામાં આવી શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલવે ભાડામાં 8-10 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. યાત્રી રેલ ભાડામાં વધારો કરીને સરકાર ક્રોસ સબ્સિડી ઘટાડવા માગે છે. રેલવે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે જેના અનુસાર, જે રૂટ પર સૌથી વધારે મુસાફરો હશે તે રૂટના ભાડામાં વધારો કરવામાં આવશે.
ઓપરેટિંગ રેશિયો સુધારવા માટે ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે
રેલવેનો ઓપરેટિંગ રેશિયો સતત ખરાબ થઈ રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં એટલે કે એપ્રિલ-ઓક્ટોબર સુધી ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો 108 ટકા રહ્યો છે. ઓપરેટિંગ રેશયો એટલે 1 રૂપિયા કમાવવા માટે રેલવે કેટલો નાણાં ખર્ચ કરે છે. જો આ આંકડો 100 પાર થઈ જાય તો તેનો અર્થ એ થાય કે રેલવેનો ખર્ચ, રેલવેની કુલ આવક કરતા વધારે છે. જે રેલવે માટે બરાબર નથી.
2016માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો
અગાઉ વર્ષ 2014, જૂન મહિનામાં રેલવેના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રી ભાડામાં 14.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે નૂર 6.5 ટકા વધારવામાં આવ્યું હતું.