તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Punjab National Bank And Bank Of Baroda Reduce Interest Rates On Savings Account, New Rates Apply From 1st April 2020

પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાએ સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દર ઘટાડ્યા, નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાએ તેમના સેવિંગ્સ અકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ થશે. 1 એપ્રિલથી પંજાબ નેશનલ બેંકના બચત ખાતાંમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ પર જમા કરાયેલી રકમ પર વાર્ષિક 3.50% વ્યાજ મળશે. તેમજ, જો બચત ખાતાંમાં 50 લાખ રૂપિયાથી વધુ હોય તો વાર્ષિક 3.75%ના દરે વ્યાજ આપવામાં આવશે. 50 લાખથી વધુ રકમ પર બેંકે વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ સિવાયના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બેંક ઓફ બરોડાના વ્યાજ દર
બેંક ઓફ બરોડામાં બચત ખાતાંમાં 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર વાર્ષિક 3.25% વ્યાજ આપવામાં આવશે. આ ઉપરાંત, 1 લાખથી વધુની ડિપોઝિટ પર 3%ના દરે વ્યાજ આપવામાં આવશે. આ નવા દર 1 એપ્રિલથી અમલમાં આવશે. અગાઉ, બેંકના સેવિંગ અકાઉન્ટમાં 50 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર બેંકનું વાર્ષિક વ્યાજ દર 3.25% હતું. તેમજ, બેંકમાં બચત ખાતાંમાં 50 લાખથી વધુ જમા કરાવવા પર વાર્ષિક વ્યાજ દર 3.75% હતું. જૂના વ્યાજ દર 20 જુલાઈ 2019થી લાગુ થયા હતા.

SBI પણ વ્યાજ દર ઘટાડી ચૂકી છે
તાજેતરમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના તમામ બચત ખાતાંઓ પર વાર્ષિક વ્યાજ દરમાં 3%નો ઘટાડો કર્યો હતો. આ વ્યાજ દર 14 માર્ચથી અમલમાં આવી ચૂક્યો છે.