પેન્શન સ્કીમ / પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ થઈ, દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે

pradhan mantri kisan mandhan yojana started, farmers will get pension of Rs 3000 per month

  • 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત આ સ્કીમ સાથે જોડાઈ શકે છે
  • અત્યાર સુધી આ સ્કીમ સાથે 13.7 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે

Divyabhaskar.com

Sep 13, 2019, 05:02 PM IST

યુટિલિટી ડેસ્કઃ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમમાં 60 વર્ષની વય પછી ખેડુતોને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વડાપ્રધાન કિસાન માનધન યોજનામાં ખેડૂત જેટલી રકમનું યોગદાન કરશે એટલી જ રકમ કેન્દ્ર પણ આપશે. આ રકમ ખેડૂતની વયના આધારે 55થી 200 રૂપિયા સુધીની હશે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતો આ યોજનામાં જોડાઇ શકે છે. જો તમે આ યોજના માટે પાત્ર હો તો તમે કોઈપણ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર તેનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે?
આ યોજનાની શરૂઆત 9 ઓગસ્ટના રોજ થઇ હતી. તે અંતર્ગત વાર્ષિક 60 લાખ સુધીની આવક ધરાવતા ખેડૂતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. ખેડૂતનું મૃત્યુ થાય તો આ યોજના અંતર્ગત તેની પત્નીને માસિક 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો?
આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા સરળ છે. જે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માગે તેણે પોતાનું આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કોમન સર્વિસ સેન્ટરનું સંચાલન કરતા અધિકારી ખેડૂતની જાણકારી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરશે. યોજનાની માન્યતા માટેની પ્રક્રિયા પૂરી થયા બાદ રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને સૂચના આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોનું પેન્શન કાર્ડ યુનિક પેન્શન અકાઉન્ટ નંબર સાથે જનરેટ થઇ જશે.

કોને ફાયદો થશે?
વર્ષ 2019-20નાં બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડુતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

આ યોજના હેઠળ દેશભરમાં 2 હેક્ટર સુધીનું ખેતર ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન મળશે. 18થી 40 વર્ષ સુધીની ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં ખેડૂતોની ઉંમર પ્રમાણે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો માસિક હપતો ભરવાનો રહેશે. હપ્તાની રકમ જેટલું જ યોગદાન સરકાર ઉમેરશે.

10,774 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
કિસાન મનધન યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હશે. આ યોજના હેઠળ અરજી કરનારા ખેડુતોને 60 વર્ષની વય પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે.

કેન્દ્ર સરકારે કિસાન માનધન યોજનાના આગામી ત્રણ વર્ષ માટે 10,774 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તમામ નાના અને સીમાંત ખેડુતોને યોજનાનો લાભ મળશે.

X
pradhan mantri kisan mandhan yojana started, farmers will get pension of Rs 3000 per month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી