તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UTS એપનાં માધ્યમથી પ્લેટફોર્મ અને જનરલ ટિકિટ બુક કરી શકાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જનરલ ટિકિટ બુકિંગ માટે રેલવે સ્ટેશનથી 5 કિલોમીટરના અંતરથી અને પ્લેટફોર્મ ટિકિટ માટે 2 કિલોમીટરનાં અંતરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે
  • જરનલ ટિકિટ માટે આગમન અને પ્રસ્થાન સ્ટેશનનાં નામ સબમિટ કરીને ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકાય છે

યુટિલિટી ડેસ્કઃ રેલવે સ્ટેશન પરથી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ લેતા સમયે મસમોટી કતારનો સામનો કરવો પડે છે, જેને લીધે સમય વેડફાય છે. સમય ન વેડફાય તે માટે રેલવે દ્વારા UTS એપ પરથી ઓનલાઈન ટિકિટ બુકીંગની સુવિધા આપવામાં આવી છે.
UTS એપનાં માધ્યમથી પેપરલેસ જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઇન લઇ શકાય છે. જનરલ ટિકિટ બુકિંગ માટે રેલવે સ્ટેશનથી 5 કિલોમીટરનાં અંતરથી અને પ્લેટફોર્મ ટિકિટ માટે 2 કિલોમીટરનાં અંતરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે.

કેવી રીતે ટિકિટ બુક કરશો?

  • સૌ પ્રથમ UTS એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને મોબાઈલ નંબર સબમિટ કરીને લોગ-ઈન કરો.
  • ત્યારબાદ ‘BOOK TICKET’ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ નોર્મલ અથવા પ્લેટફોર્મ તમારે જે ટિકિટ લેવાની હોય તેના પર ક્લિક કરો.
  • જનરલ ટિકિટ માટે આગમન અને પ્રસ્થાન સ્ટેશનનાં નામ સબમિટ કરીને ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકાય છે.

ઓનલાઇન ટિકિટ બુક કરવાથી તમારા મોબાઈલમાં ટિકિટ બુકિંગ મેસેજ આવે છે. પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. ઓનલાઇન બુક કરેલી ટિકિટને એપમાં જ ‘BOOKING HISTORY’માં જોઈ શકાય છે. IRCTC દ્વારા કેટલાંક સ્ટેશનો પર QR કોડ સ્કેન કરીને ટિકિટ બુકિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...