અલર્ટ / પેટીએમ KYCના નામે થઈ રહેલા ફ્રોડને લઇને પોલીસે લોકોને અલર્ટ કર્યાં, ફ્રોડ કોલ્સ અને મેસેજથી સાવચેત રહેવા જણાવ્યું

paytm fraud cases in name of kyc delhi police issues alert

  • અગાઉ પેટીએમ પણ ગ્રાહકોને અલર્ટ કરી ચૂક્યું છે
  • નાણાકીય વર્ષ 2018-19માં ફ્રોડના 6,800થી વધુ કેસો સામે આવ્યા છે

Divyabhaskar.com

Nov 29, 2019, 04:13 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઓનલાઇન છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના સાયબર સેલે અલર્ટ જાહેર કરી લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. અલર્ટ અનુસાર, પેટીએમ KYCના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અલર્ટમાં KYCના નામે આવનારા મેસેજ અને કોલ્સથી સાવચેત રહેવાનું કહ્યું છે.

પેટીએમ પણ અલર્ટ કરી ચૂક્યું છે
થોડા દિવસો પહેલાં પેટીએમએ પણ તેના ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા તેમને સાવચેત રહેવાનું કહ્યું હતું. આ માટે કંપનીએ તેના ગ્રાહકોને અલર્ટ મેસેજ મોકલ્યા હતા. કંપનીએ પણ ટ્વીટ કર્યું હતું અને આ દ્વારા ગ્રાહકોને છેતરપિંડી કોલ અને SMSથી સાવધ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

KYC માટે બીજી એપ્સ ડાઉનલોડ ન કરો
પેટીએમ ગ્રાહકોને ચેતવણી આપી કહી રહ્યું છે કે, અકાઉન્ટ સસ્પેન્ડ, બ્લોક થયું અથવા ફેક ઓફર્સ આપનારા ફ્રોડ કોલ અને SMS આવી શકે છે. આવા ફ્રોડથી બચીને રહો. આ ઉપરાંત, અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પેટીએમ KYC માટે બીજી કોઈ એપ ડાઉનલોડ કરવાનું કહેતી નથી. આ સાથે, કંપનીએ ગ્રાહકને તેમની વ્યક્તિગત માહિતી અથવા OTP કોઈની સાથે શેર ન કરવા જણાવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે તમારો OTP, UPI Pin, CVVને બીજા કોઈની સાથે શેર કરશો નહીં. પેટીએમના સીઈઓ અને સ્થાપક વિજય શેખર શર્માએ ટ્વીટ કર્યું છે કે, કંપની KYC ફક્ત ઓથોરાઇઝ્ડ KYC પોઇન્ટ્સ પર અથવા તમારા ઘરે તેમના લોકોને મોકલીને કરે છે.

કંપની તેના ગ્રાહકોનું KYC ફક્ત તેના એજન્ટ દ્વારા જ કરાવે છે
કંપનીનું કહેવું છે કે તે તેના ગ્રાહકોનું KYC ફક્ત તેમના પોતાના એજન્ટ દ્વારા જ કરાવે છે, જે ગ્રાહકોની સામે KYC કરે છે. કંપનીએ KYC માટે સેન્ટર્સ પણ બનાવ્યાં છે. આ ઉપરાંત, તમે પેટીએમ એપથી પણ મિનિમમ KYC પૂરું કરી શકો છો.

ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે
RBIના રિપોર્ટ અનુસાર, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે નાણાકીય વર્ષ 2018-19માં છેતરપિંડીના 6,800થી વધુ કેસ થયા હતા અને તેમાં કુલ 71,500 કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ હતી. તેમજ, છેલ્લાં 11 નાણાકીય વર્ષોમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ નોંધાયા છે, જેના દ્વારા 2.05 લાખ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.

X
paytm fraud cases in name of kyc delhi police issues alert
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી