યુટિલિટી ડેસ્ક. કોરોના વાઈરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જાહેરાત કરી છે કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત કોરોના વાઈરસ (કોવિડ 19)ના લક્ષણોવાળા દર્દીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના સીઈઓ ડો ઈન્દુ ભૂષણના જણાવ્યા પ્રમાણે, આયુષ્યમાન ભારત-PMJAY નિ:શુલ્ક સારવાર મળે તેવા લક્ષણોમાં, નિમોનિયા, તાવ વગેરે સામેલ છે. ભૂષણે ટ્વીટ કર્યું કે, કોવિડ 19ના લક્ષણ જેમ કે, નિમોનિયા, તાવ વગેરેની સારવાર યોજનાના વિવિધ પેકેજ દ્વારા યોજના અંતર્ગત યાદીમાં સામેલ હોસ્પિટલામાં એકદમ નિ:શુલ્ક કરી શકાય છે.
આ યોજનામાં વાર્ષિક 5 લાખ સુધીનું કવર
વર્ષ 2011ના સામાજિક-આર્થિક અને જાતિ ગણતરીમાં ગરીબ પરિવારને આ યોજના માટે પાત્ર બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થી પરિવાર પેનલમાં સામેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર કરાવી શકે છે.
યોજનાનો લાભ ઉઠાવવા માટે ઉંમરની મર્યાદા નથી. યોજનાનું સંચાલન કરતી નેશનલ હેલ્થ એજેન્સીએ એક વેબસાઈટ અને હેલ્પ નંબર જારી કર્યો છે. જેના દ્વારા લાભાર્થીઓ તે જાણી શકશે કે તેમનું નામ લિસ્ટમાં સામેલ છે કે નહીં.
લિસ્ટમાં નામ તપાસ માટે, તમે mera.pmjay.gov.in વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો અથવા હેલ્પલાઈન નંબર 14555 પર કોલ કરીને જાણકારી મેળવી શકો છો. આયુષ્માન ભારત યોજનામાં 60 ટકા સુધી રકમ કેન્દ્ર સરકાર અને 40 ટકા રકમ રાજ્ય સરકાર પ્રદાન કરે છે.
યોજના અંતર્ગત લાભાર્થીઓને સૂચિત કરવામાં આવેલી હોસ્પિટલમાં સેવાઓનું કેશલેસ અને પેપરલેસ એક્સેસ મળે છે. હાલમાં આ યોજના હેઠળ જણાવેલ દર સાથે 1,578 હેલ્થ બેનિફિટ પેકેજ છે.
આ સ્કીમમાં 20,761થી વધારે સરકારી અને ખાનગી હોસ્પિટલો સામેલ કરવામાં આવી છે. NHAના જણાવ્યા પ્રમાણે, આ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 12.41 કરોડ ઈ-કાર્ડ જારી કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સ્કીમમાં કુલ 91.70 લાખ હોસ્પિટલમાં દાખલ થયા છે.
ભારતમાં વધી રહ્યા છે કોરોના વાઈરસના કેસ
ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ આંકડો 140 સુધી પહોંચી ગયો છે. NHAએ લોકોને સલાહ આપી છે કે, કોવિડ 19નાં લક્ષ્ણો દેખાય તો પસંદ કરેલી હોસ્પિટલમાં જવું. NHA કહ્યું કે, હોસ્પિટલ સારવાર, ટેસ્ટ અને આઈસોલેશનની સુવિધાઓથી સંપૂર્ણ રીતે સજ્જ છે. તે ઉપરાંત NHA એક ટોલ ફ્રી સપોર્ટ નંબર પણ જારી કર્યો છે: 1075 અને 1800-112-545. આ યોજના વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.