સુવિધા / હવે પાસપોર્ટ રિન્યૂઅલ ડેટના 9 અને 7 મહિના પહેલાં રિમાઇન્ડર મેસેજ આવી જશે

Passport Officials To Send Reminder SMS For Passport Renewal

Divyabhaskar.com

Jan 29, 2020, 05:21 PM IST

યુટિલિટી ડેસ્કઃ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ રિન્યૂઅલ કરાવવું એ એવી વસ્તુ છે જેની ડ્યુ ડેટ આપણને યાદ નથી રહેતી અને જો રિન્યૂ કરાવવાની તારીખ જતી રહે તો ફરીથી આખી પ્રોસેસ કરવી પડે છે. પરંતુ હવે રિન્યૂઅલની તારીખ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. હવે તમે સમય કરતાં પહેલાં જ પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશો. વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ એક નવી સુવિધા શરૂ કરી છે, જેમાં પાસપોર્ટધારકોને તેમના પાસપોર્ટની એક્સપાયરી ડેટ પહેલાં બે રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવશે. પહેલો મેસેજ એક્સપાયરી ડેટથી 9 મહિના પહેલાં અને બીજો 7 મહિના પહેલાં મોકલવામાં આવશે. મેસેજમાં પાસપોર્ટ નંબર, એક્સપાયરી ડેટ અને ઓનલાઇન રિન્યૂઅલ માટે અરજી કરવા માટે લિંક પણ મોકલી આપવામાં આવશે.

વિદેશ યાત્રા કરવા માટે 6 મહિનાથી વધુ સમયની વેલિડિટી જરૂરી
મંત્રાલય અનુસાર, ઘણા લોકો સમયસર પોતાના પાસપોર્ટ રિન્યૂ કરાવવાનું ભૂલી જાય છે અને વિદેશમાં મુસાફરી કરવાની તક ગુમાવી દે છે. મોટાભાગના દેશો દ્વારા વિઝા આપવા માટેની એક શરત એ છે કે, જો કોઈ પાસપોર્ટની એક્સપાયરી ડેટ 6 મહિનાથી ઓછી હોય તો તેઓ વિદેશ મુસાફરી કરી શકતા નથી.

પાસપોર્ટ રિન્યૂઅલ માટે પ્રોસેસ

  • ગવર્મેન્ટ વેબસાઇટ પર જાઓ. રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારું નામ રજિસ્ટર કરો.
  • ત્યારબાદ ઈ-મેઇલ આઇડી પર એક લિંક મળશે. તેની પર ક્લિક કરીને તમારું અકાઉન્ટ એક્ટિવેટ કરો.
  • પાસપોર્ટ સેવા કેન્દ્રના ઓનલાઇન પોર્ટલમાં તમારું લોગ ઇન આઇડી અને પાસવર્ડ ભરી લોગ ઇન કરો.
  • હવે નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યૂઅલના ઓપ્શનમાંથી એક પસંદ કરો.
  • ફોર્મ ડાઉનલોડ કરો અને માહિતી ભરો. ભરેલી જાણકારીને ફરીથી એકવાર ચકાસી લો.
  • હવે ફોર્મ અપલોડ કરી દો. તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રને સિલેક્ટ કરો અને તમારી સુવિધાનુસાર સ્લોટ બુક કરી લો.
  • પ્રિંટ બટન પર ક્લિક કરો તથા અરજી રિસિપ્ટ જેમાં ANR નંબરની પ્રિન્ટ કઢાવી લો.
  • હવે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર મળેલા સમય અને દિવસ અનુસાર તમામ ડોક્યૂમેન્ટ્સ સાથે જાઓ.
X
Passport Officials To Send Reminder SMS For Passport Renewal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી