• Home
  • Utility
  • Pancard is very important for 13 works, Pancard required on payment of more than 50 thousand rupees

જાણકારી / 13 કામો માટે પાનકાર્ડ ખૂબ મહત્ત્વનું છે, 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી પર પાનકાર્ડ જરૂરી

Pancard is very important for 13 works, Pancard required on payment of more than 50 thousand rupees

  • મોટાં નાણાંકીય વ્યવહારોમાં પાનકાર્ડનો ઉપયોગ આવશ્યક છે
  • ટૂ વ્હીલર સિવાય અન્ય વાહનની ખરીદી વેચાણ માટે પણ જરૂરી છે
  •  બેંકમાં અકાઉન્ટ ખોલવા માટે પાનકાર્ડને જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે

Divyabhaskar.com

Nov 02, 2019, 04:57 PM IST

યુટિલિટી ડેસ્ક. મોટાં નાણાંકીય વ્યવહારોમાં પાનકાર્ડનો ઉપયોગ આવશ્યક છે. પગારથી પૈસા જમા કરાવવા માટે તે જરૂરી છે. તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે અને તેનું હોવું દરેક વ્યક્તિ માટે જરૂરી કેમ છે તે ઓછા લોકોને ખબર હશે. ભારતમાં પર્મનન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ અથવા પાન કાર્ડ સેંટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ બનાવે છે.

આ મહત્ત્વપૂર્ણ કામ માટે જરૂરી હોય છે પાન કાર્ડ
શેરની ખરીદી માટે કોઈ કંપનીને 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ ચુકવણી પર પાનકાર્ડ આવશ્યક છે. પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતની સ્થાવર મિલકત ખરીદવા અથવા વેચવા માટે પાનકાર્ડની જરૂર પડે છે.
બુલિયન અથવા જ્વેલરીની ખરીદી માટે પાંચ લાખ રૂપિયા કરતા વધુની ચૂકવણી પર પાન કાર્ડ જરૂરી છે.


બોન્ડ અથવા ડિબેંચરની ખરીદી માટે કોઈ કંપની અથવા સંસ્થાને 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધુની ચૂકણવી પર પણ પાનકાર્ડ જરૂરી છે. વાહનનું વેચાણ અથવા ખરીદી પર પણ પાન કાર્ડ જરૂરી હોય છે. ટૂ વ્હીલરની ખરીદી અથવા વેચાણ માટે પાનકાર્ડની જરૂર નથી પડતી. ટૂ વ્હીલર સિવાય અન્ય વાહનની ખરીદી વેચાણ માટે પણ જરૂરી છે.


જો બેંકમાં તમારા ટાઈમ ડિપોજિટની રકમ 50 હજાર રૂપિયા કરતા વધારે હોય ત્યારે આ સ્થિતિમાં પાનકાર્ડ હોવું આવશ્યક છે. પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પ્રકારના અકાઉન્ટની રકમ જો 50 હજાર રૂપિયા કરતાં વધારે થતી હોય તો તેના માટે પણ જરૂરી છે. એક લાખ રૂપિયા અથવા તેનાથી વધારે કિંમતની વસ્તુની ખરીદી અથવા વેચાણ માટે કરવામાં આવતા કોન્ટ્રાક્ટમાં તેનો ઉપયોગ થાય છે.


કોઈ પણ બેંકમાં અકાઉન્ટ ખોલવા માટે પાનકાર્ડને જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે. ટેલિફોન કનેક્શન લગાવવા માટે અરજી ભરતી વખતે પાનકાર્ડ જરૂરી છે. સેલ્યુલર કનેક્શન માટે પણ તે જરૂરી છે. જો હોટેલમાં તમારા એક દિવસનો ખર્ચ 25 હજાર રૂપિયા કરતાં વધુ હોય તો પાન કાર્ડની આવશ્યક છે એક દિવસમાં જો તમે 50 હજાર રૂપિયા કરતાં વધારે બેંક ડ્રાફ્ટ, પેમેન્ટ ઓર્ડર અથવા બેંકરનો ચેક રોકડમાં ખરીદો છો તો તમારે તમારું પાનકાર્ડ બતાવવું જરૂરી છે. વિદેશ યાત્રા કરવા માટે જો તમે 25 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે કિંમતની ટિકિટ રોકડમાં ખરીદી રહ્યા હો તો તે સમયે તમારે પાન કાર્ડ બતાવવું જરૂરી છે.

X
Pancard is very important for 13 works, Pancard required on payment of more than 50 thousand rupees

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી