તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Online E nomination Can Be Made If There Is An EPF Account, It Is Necessary To Link Aadhaar Number To The Member Service Portal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EPF અકાઉન્ટ હોય તો ઘરેબેઠાં ઓનલાઇન ઈ-નોમિનેશન કરાવી શકાશે, આધાર નંબર મેમ્બર સેવા પોર્ટલ સાથે લિંક હોવો જરૂરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ જો તમે નોકરી કરતા હો અને તમારા પગારમાંથી PF કપાતો હોય તો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ તમારા માટે નવી સુવિધા શરૂ કરી છે. EPFO દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, તેના સભ્યો ઘરેબેઠાં ઇન્ટરનેટ દ્વારા તેમના નોમિનીનું નામ રજિસ્ટર કરાવી શકે છે. આ સુવિધાનો લાભ EPFOના એ સભ્યો ઉઠાવી શકે છે, જેનો આધાર નંબર મેમ્બર સેવા પોર્ટલ સાથે લિંક છે અને વેરિફાઇડ છે.

ઈ-નોમિનેશન કેવી રીતે કરવું?
EPFO સભ્યએ ઇ-નોમિનેશન માટે EPFOના મેમ્બર સેવા પોર્ટલ પર લોગ ઈન કરવાનું રહેશે. આ સુવિધાનો લાભ ઉઠાવવા જરૂરી છે કે તમે તમારો યુનિવર્સલ અકાઉન્ટ નંબર એક્ટિવેટ કર્યો હોય. આ ઉપરાંત, તમારો ફોટો પણ મેમ્બર સેવા પોર્ટલ પર હોવો જોઈએ.
EPFOના પરિપત્ર મુજબ, જે સભ્યોએ નોમિનેશન ફાઇલ નથી કર્યું તે હવે સેવા પોર્ટલ પર તેમનાં અકાઉન્ટમાં લોગ ઇન કરશે તો તેમને એક પોપ-અપ જોવા મળશે. ત્યારબાદ ઈ-નોમિનેશન ભરી શકાય છે.

નોમિનેશન સાથે જોડાયેલા નિયમો
EPFOના નિયમો અનુસાર, કોઈ સભ્ય તેના પરિવારના સભ્યોને જ નોમિનેટ કરી શકે છે. જો કે, એવા લોકો જેમનું કુટુંબ નથી તે કોઈપણ એક વ્યક્તિને નોમિનેટ કરી શકે છે.
પરિપત્ર મુજબ, નોકરીદાતાઓને એવા કર્મચારીઓ વિશેની માહિતી પણ મળશે કે જેમણે નોમિનેશન ફાઇલ નથી કર્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser