• Home
  • Utility
  • Utility News
  • 'One Nation, One Ration Card' scheme will start in the whole country from June 1 next year, you can buy ration from anywhere

જાહેરાત / આવતા વર્ષે 1 જૂનથી દેસભરમાં ‘વન નેશન વન કાર્ડ’ યોજના લાગુ થશે, ગમે ત્યાંથી અનાજ ખરીદી શકાશે

'One Nation, One Ration Card' scheme will start in the whole country from June 1 next year, you can buy ration from anywhere

Divyabhaskar.com

Dec 03, 2019, 03:34 PM IST

યુટિલિટી ડેસ્કઃ ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને મંગળવારે કહ્યું કે, 1 જૂનથી દેશભરમાં 'વન નેશન, વન રેશન કાર્ડ' ની સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પાસવાને લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અત્યારે 14 રાજ્યોમાં રેશનકાર્ડ માટે પોશ (POS) મશીનની સુવિધા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.

વન નેશન - વન રેશન કાર્ડ સ્કીમનો ફાયદો
સામાન્ય લોકોને આ યોજનાનો મોટો ફાયદો મળશે. આ અંતર્ગત હવે લોકો કોઈ ખાસ PDS દુકાન સાથે બંધાયેલારહેશે નહીં. દુકાનના માલિકો પર નિર્ભરતા ઘટશે અને ભ્રષ્ટાચાર ઘટશે.
પાસવાનના જણાવ્યા મુજબ, આ સ્કીમનો સૌથી વધુ લાભ એ લોકોને થશે જે સારી નોકરી શોધવા બીજા રાજ્યમાં રહે છે. જો કોઈ વ્યક્તિ બિહાર-ઉત્તરપ્રદેશથી દિલ્હીમાં નોકરી કરવા આવી છે તો તેને ત્યાંથી જ PDS દુકાન પર સરળતાથી અનાજ મળી જશે.

અત્યારે આંધ્રપ્રદેશ, હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં 100% દુકાન પર POS મશીનો ઉપલબ્ધ થઈ ગયાં છે. આ યોજનાને અમલમાં મૂકવા માટે 100% PDS દુકાનો પર POS લગાવવા પડશે.

આ રાજ્યોમાં IMPDS લાગુ છે
ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ PDS (IMPDS) હેઠળ અનેક રાજ્યોમાં ખોરાક અને જાહેર વિતરણ હેઠળ લાભાર્થીઓ કોઈપણ જિલ્લામાંથી અનાજ ખરીદી શકે છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. રેશન કાર્ડને આધાર નંબર સાથે જોડવાથી ચોરી અને ભ્રષ્ટાચાર ઘટશે.

X
'One Nation, One Ration Card' scheme will start in the whole country from June 1 next year, you can buy ration from anywhere
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી