રાહત / હવે આધાર કાર્ડની મદદથી પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે

Now, with the help of Aadhaar card, you can also file an income tax return

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસએ ઈન્કમ ટેક્સ એક્ટ 1962માં સુધારો કરતાં નવો નિયમ બનાવ્યો છે
  • ઈન્કમ ટેક્સ માટે તમે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN)ની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે
  • ટેક્સપેયર્સ પાનકાર્ડ વિના પણ તેઓ તેમના આધારકાર્ડની મદદથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે

Divyabhaskar.com

Nov 09, 2019, 02:40 PM IST

યુટિલિટી ડેસ્ક. કેન્દ્ર સરકારે ઘણાં કામો માટે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે સૂચના આપી દીધી છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડ્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ઈન્કમ ટેક્સ એક્ટ 1962માં સુધારો કરતાં નવો નિયમ બનાવ્યો છે.

કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ ફોર્મના ઘણા સેટમાં ફેરફાર કર્યો છે. આ સાથે સરકારે ખાતરી પણ આપી છે કે નિયમોમાં આ ફેરફાર થયા બાદ કોઈ પણ વ્યક્તિ પર ખરાબ અસર નહીં પડે. 1 સપ્ટેમ્બર 2019 બાદ ઈન્કમ ટેક્સ માટે તમે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN)ની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો. આ અગાઉ સામાન્ય બજેટ 2019માં નાણાંમત્રીએ જાહેરાત કરી હતી કે, પાનકાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ પણ માન્ય રહેશે.

આધાર કાર્ડની મદદથી પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે
સરકારના આ નિર્ણયનો અર્થ છે કે હવેથી જો કોઈની પાસે પાનકાર્ડ નહીં હોય તો તેની જગ્યાએ તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય ટેક્સપેયર્સ માટે તેનો અર્થ છે કે, પાનકાર્ડ વિના પણ તેઓ તેમના આધારકાર્ડની મદદથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. જ્યાં પણ પાનકાર્ડની અનિવાર્યતા હશે ત્યાં પણ આધારકાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

કોઈ એક નાણાંકીય વર્ષમાં કોઈ વ્યક્તિની આવક ટેક્સ છૂટ હેઠળ નથી આવતી તો તેમને ઈન્કમ ટેક્સ ભરવો ફરજિયાત છે. નવા નિયમ અમલમાં આવ્યા બાદ પાનકાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ઉપરાંત પાનકાર્ડ હાઈ વેલ્યૂમાં લેવડદેવડના સમયે પણ થાય છે.

ફોર્મમાં થયેલા ફેરફાર
ઈન્કમ ટેક્સ એક્ટ 1962 હેઠળ આવતા આ નિયમોમાં ફેરફાર બાદ ફોર્મ નંબર 3AC, 3AD, 10CCB, 10CCBA, 10CCBB, 10CCBBA, 10CCBC વગેરેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

X
Now, with the help of Aadhaar card, you can also file an income tax return
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી