તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Now Train Coaches Will Be 'smart', Sensors Will Be Installed To Make Travel Safe And Convenient

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ટ્રેનના કોચ ‘સ્માર્ટ’ બનશે, મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે સેન્સર લગાવવામાં આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનની જેમ હવે સામાન્ય પેસેન્જર કોચને પણ સ્માર્ટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી
 • રેલવેના અંદાજે 2000થી વધારે અધિકારીઓ અને ત્રણ લાખથી વધુ કર્મચારીઓ આ કામમાં રોકાયેલા છે
 • વંદે ભારત એક્સપ્રેસના કોચ બનાવવા માટે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અને પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે

યુટિલિટી ડેસ્ક. રેલવે યાત્રાને વધારે સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે રેલવે કોચમાં સેંસર લગાવવામાં આવશે. તેના માટે સ્માર્ટ કોચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ મુસાફરોને વિશ્વસ્તરીય અનુભવ પ્રદાન કરવાનો છે. આ વર્ષથી જ આ સ્માર્ટ કોચ ટ્રેનમાં લગાડવામાં આવશે. ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનની જેમ હવે સામાન્ય પેસેન્જર કોચને પણ સ્માર્ટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
 

ICF, RCF, અને MCFમાં નિર્માણ થશે
ભારતીય રેલવેના જણાવ્યા પ્રમાણે, રેલવે પેસેન્જર કોચને ચેન્નઈની ‘ઇન્ટિગ્રલ કોચ ફેકટરી’ (ICF),કપૂરથલાની ‘રેલવે કોચ ફેકટરી’માં (RCF) અને રાયબરેલીની ‘મોર્ડન કોટ ફેકટરી’ (MCF)માં સ્માર્ટ કોચ બનાવવામાં આવશે. રેલવેના અંદાજે 2000થી વધારે અધિકારીઓ અને ત્રણ લાખથી વધુ કર્મચારીઓ આ કામમાં રોકાયેલા છે. આ અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરોના કોચમાં ઇન્ટરનેટ ઓફ થિંક (IOT), સેન્સર, સુપરવાઇઝર કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (scada), નેટવર્કિંગ, એનાલિટિક્સ, અલર્ટ જેવી ટેક્નિક તૈયાર કરવામાં કાર્યરત છે. 

વંદે ભારત ટ્રેનમાંથી આઈડિયા આવ્યો
ભારતીય રેલવેના જણાવ્યા પ્રમાણે, ભારતીય રેલવેને પેસેન્જર કોચને સ્માર્ટ બનાવવાનો વિચાર વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસના કોચ બનાવવા માટે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અને પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી છે. આ ટ્રેન લોકોને પસંદ આવી રહી છે. 


વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 160 કિલોમીટર છે, જે ભારતીય રેલવે નેટવર્કની સૌથી વધારે ઝડપી સ્પીડ છે. વંદે ભારત ટ્રેનમાં વિમાન જેવી સુવિધાઓ છે. એસી, ટીવી, ઓટોમેટિક દરવાજા, હાઈક્લાસ પેન્ટ્રી અને વોશરૂમ જેવી તમામ સુવિધાઓ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો