હવે પોલિસીનું પ્રીમિયમ ઘરેબેઠાં પણ ભરી શકાશે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની પણ જરૂર નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) તેના પોલિસીધારકોને ઓનલાઇન LIC પોલિસી લેવી, ઓનલાઇન પ્રીમિયમ પેમેન્ટ, પોલિસી સ્ટેટસ જાણવું, બોનસ સ્ટેટસ જોવું, લોન સ્ટેટસ જોવું વગેરે સહિતની રિવાઇવલ જેવી અન્ય સેવાઓનો ઓનલાઇન ઓપ્શન પણ આપે છે. LICમાં ઇ-સેવા લેવા માટે આમ તો રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ કેટલાક કામ રજિસ્ટે્રેશન કરાવ્યા વગર પણ થઈ શકે છે. તેમાં LIC પોલિસી પ્રીમિયમની ચુકવણી સામેલ છે. આજે અમે તમને પોલિસી પ્રીમિયમ ઓનલાઇન કેવી રીતે ચૂકવવું તે જણાવી રહ્યા છીએ.
 

ઓનલાઇન પેમેન્ટની પ્રોસેસ

  • સૌપ્રથમ એલાઇસીની વેબસાઇટ licindia.in પર જાઓ.
  • અહીં ઓનલાઇન સર્વિસીસના મેન્યૂ હેઠળ પેમેન્ટ પ્રીમિયમ ઓનલાઇન ટેબ પર ક્લિક કરો. અહીં તમને પે ડાયરેક્ટનો ઓપ્શન મળશે.
  • અહીં તમે લોગ ઇન કર્યા વગર પ્રીમિયમનું પેમેન્ટ કરી શકો છો. જેમ કે, આ ઓપ્શન પર ક્લિક કરતાંની સાથે જ એક નવી વિન્ડો ખૂલી જશે.
  • આ તમને તમારું મનપસંદ બ્રાઉઝર સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. હવે તમે જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તેની પર ક્લિક કરી દો.
  • ત્યારબાદ ડ્રોપ ડાઉન મેન્યૂથી રિન્યૂઅલ પ્રીમિય ઓપ્શન સિલેક્ટ કરો. હવે બીજી એક વિન્ડો ઓપન થશે.
  • તેમાં પોલિસી નંબર, બર્થ ડેટ, મોબાઇલ નંબર, પ્રીમિયમ હપ્તા, ઇ-મેલ ID અને સ્ક્રીન પર આપવામાં આવેલો કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • નિયમ અને શરતોનો સ્વીકાર કરો અને પછી તમે તમારું પ્રીમિયમ જમા કરાવી શકો છો.
  • જેવું તમે નિયમ અને શરત સ્વીકારશો તરત જ પેમેન્ટનું પેજ ખૂલી જશે.
  • અહીં તમે તમારી LIC પોલિસી માટે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPIના માધ્યમથી પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો.