સુવિધા / હવે ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ વોલેટથી ઇન્કમ ટેક્સ ભરી શકાશે, બેંકમાં નહીં જવું પડે  

Now the income tax can be paid through credit card and mobile wallet

Divyabhaskar.com

Nov 18, 2019, 05:37 PM IST

યુટિલિટી ડેસ્કઃ વ્યક્તિગત કરદાતાઓ ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને મોબાઇલ વોલેટ દ્વારા તેમના આવકવેરાની ચુકવણી કરી શકશે. એક અહેવાલ મુજબ, મહેસૂલ સચિવ અજય ભૂષણે આ વાતની પુષ્ટિ કરી છે કે, ટૂંક સમયમાં UPI દ્વારા આવકવેરાની ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. અત્યારે નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા ઇન્કમ ટેક્સ ચૂકવી શકાય છે.

ટૂંક સમયમાં જ UPI દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મંજૂરી મળે એવી સંભાવના છે. અન્ય અધિકારીનું કહેવું છે કે, કરદાતાઓને નાની ચુકવણી માટે મોબાઇલ વોલેટ વધુ અનુકૂળ છે. આ કારણોસર, અમે ઇલેક્ટ્રોનિક પેમેન્ટમાં મોબાઇલ વોલેટ, ક્રેડિટ

કાર્ડ અને UPIને સામેલ કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ.

અત્યારે નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડથી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ થાય છે
આવકવેરાની ઇલેક્ટ્રોનિક ચુકવણી માટે ફક્ત નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડનો ઓપ્શન મળે છે અથવા તમારે બેંકમાં જઇને રોકડ ચૂકવવી પડે છે. અત્યારે માત્ર 6 બેંકોના નેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા જ આવકવેરો ચૂકવી શકાય છે. આ બેંકોમાં કેનેરા બેંક, HDFC બેંક, ICICI બેંક, ઈન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ભારતીય સ્ટેટ બેંક (SBI)નો સમાવેશ થાય છે.

X
Now the income tax can be paid through credit card and mobile wallet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી