સુવિધા / હવે પાન કાર્ડ બનાવવું સરળ, આધાર સિવાય અન્ય કોઈ ડોક્યૂમેન્ટ નહીં આપવું પડે

Now it's easy to create a PAN card by giving only one document that is Aadhaar

Divyabhaskar.com

Nov 06, 2019, 03:06 PM IST

યુટિલિટી ડેસ્કઃ પર્મેનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ પહેલા કરતાં વધુ સરળ રીતે બનાવી શકાશે. આવકવેરા વિભાગ ટૂંક સમયમાં એક સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે, જે આધાર ડેટાબેઝનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સમયમાં ઓનલાઇન જ પાન બનાવી દેશે. આ સુવિધાની મદદથી ડુપ્લિકેટ પાન પણ બનાવી શકાશે. આ સર્વિસ થોડા અઠવાડિયાંમાં જ શરૂ થઈ જશે.

ફક્ત આધારથી જ પાન બની જશે

  • ઇ-પેન માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ માટે તમારે ફક્ત તમારો આધાર નંબર આપવો પડશે અને ત્યારબાદ તમારી માહિતી વન ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા ચકાસી લેવામાં આવશે.
  • આધારમાં જ તમારી ઘણી વિગતો જેવી કે ઘરનું સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ વગેરે ઓનલાઇન મળી જશે.
  • પાન જનરેટ થયા બાદ ડિજિટલી સહી કરાવવામાં આવશે. ત્યારબાદ ePAN બની જશે, જેમાં એક QR કોડ હશે. QR કોડ સ્કેન કરવા પર સંપૂર્ણ વિગતો મળી જશે.
  • ત્યારબાદ પાનની પ્રિન્ટ પણ કાઢી શકાશે. QR કોડમાં રહેલી જાણકારી કોઈ સાયબર અપરાધી છેતરપિંડી માટે ઉપયોગ નહીં કરી શકે. આ નવી પ્રક્રિયામાં ઘણો સમય પણ બચશે.
  • 31 ડિસેમ્બર સુધીમાં પાન-આધાર લિંક કરાવવું ફરજિયાત
  • સરકારે પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે અને દરેકે 31 ડિસેમ્બર સુધીમાં લિંક કરાવી દેવું પડશે. જો 31 ડિસેમ્બર સુધીમાં લિંક ન કરાવ્યું તો પાન કાર્ડ રદ ગણાશે.
X
Now it's easy to create a PAN card by giving only one document that is Aadhaar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી