યોજના / હવે સંપત્તિને આધાર સાથે જોડવામાં આવશે, બેનામી સંપત્તિ હશે તો ઓળખાઈ જશે

Now assets will be linked to Aadhaar, which will be identified if there is anonymous property

Divyabhaskar.com

Nov 17, 2019, 12:21 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્થાવર મિલકતથી થતી છેતરપિંડી અટકાવવા અને બેનામી સંપત્તિને શોધવા માટે કેન્દ્ર સરકારે સંપત્તિને માલિકના આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં આ યોજના પહેલેથી અમલમાં છે. આ યોજનાના અમલ બાદ, એક કરતા વધુ સંપત્તિ અને બેનામી સંપત્તિની ઓળખ કરવામાં આવશે. આ ઉપરાંત, ટેક્સ કલેક્શન પણ વધી જશે.

હવે શું થશે?
પ્રોપર્ટી ઓનરશિપ માટે કાયદાકીય તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સરકાર આમાં છેલ્લા તબક્કા તરફ આગળ વધી છે. એવું માનવામાં આવે છે કે, સંપત્તિથી સંબંધિત બાબતો રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ છે. તેથી, કેન્દ્ર સરકાર એક મોડલ કાયદો બનાવશે અને રાજ્યોને આપશે.

ફાયદો શું?
નવા કાયદાના અમલથી ગેરકાયદેસર વ્યવસાય સામે રક્ષણ મળશે. લોન સરળતાથી મળશે. સંપત્તિની માહિતી પારદર્શક રહેશે. માલિક અને સંપત્તિ સંબંધિત માહિતી રિયલ ટાઇમ અપડેટ કરવામાં આવશે. સંપત્તિ સંબંધિત મુકદ્દમા ઓછા થશે.

X
Now assets will be linked to Aadhaar, which will be identified if there is anonymous property
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી