તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જ બેંકમાં સેવિંગની તમામ રકમ ન રાખવી જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેવિંગ્સની 10% રકમ જ કોઓપરેટિવ બેંકોમાં રાખવી જોઈએ

યુટિલિટી ડેસ્કઃ અન્ય બેંકની સરખામણીએ વધુ વ્યાજ મળવાથી કોઓપરેટિવ બેંકમાં બેંકમાં ખાતુ ખોલાવે છે. આ બેંકોમાં ખાતુ ખોલવા માટેની શરતો સરળ હોય છે. તાજેતરમાં જ RBIએ PMC બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. કેટલાક લોકોએ પોતાના જીવનની તમામ સેવિંગ આ બેંકમાં જમા કરાવી હતી, જેથી તેઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

2-3 બેંકોમાં પૈસા રાખો 
નાણાકીય સલાહકારોના જણાવ્યા અનુસાર સેવિંગ્સ માટે 2-3 ખાતામાં પૈસા રાખવા જોઈએ. તેમાં કોઓપરેટિવ બેંક, પ્રાઇવેન્ટ બેંક અને સરકારી બેંક સામેલ છે. કોઓપરેટિવ બેંક ભલે વધારે વ્યાજ આપતી હોય પરંતુ, તેના ખાતામાં વધારે પૈસા ન રાખવા જોઈએ.
 

કોઓપરેટિવ બેંકનું સંચાલન નબળું હોય છે
નાણાકીય સલાહકારોના જણાવ્યા અનુસાર કેટલીક કોઓપરેટિવ બેંકોનું સંચાલન નેતાઓ દ્વારા કરવામાં આવે છે. કેટલીક કોઓપરેટિવ બેંકોનું સંચાલન મજબૂત નથી હોતું. તેથી પોતાની સેવિંગ્સની 10% રકમ જ કોઓપરેટિવ બેંકોમાં રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...