1 માર્ચથી ઈન્ડિયન બેંકના ATMમાં 2000 રૂપિયાની નોટ નહીં મળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ જોઈતી હશે, તેઓ બ્રાંચમાં 2000ની નોટ લઈ શકે છે
  • 1 માર્ચ 2020 બાદથી ઇન્ડિયન બેંકના ATMમાં 2000 રૂપિયા નોટ રાખનાર કેસેટ્સને ડિસેબલ કરી દેવામાં આવશે
  • આ સંબંધમાં બેંકે ગત 17 ફેબ્રુઆરીએ એક સર્કુલર પણ જારી કર્યું છે

યુટિલિટી ડેસ્ક. ઈન્ડિયન બેંકના ATMમાં 1 માર્ચ 2020થી રૂપિયા 2000ની નોટ નહીં મળે. બેંકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને રૂપિયા 2000ની નોટ રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યા પર એક્સચેન્જ કરાવવામાં સમસ્યા થાય છે. બેંકના જણાવ્યા પ્રમાણે, જે ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ જોઈતી હશે, તેઓ બ્રાંચમાં જઈને 2000ની નોટ લઈ શકે છે. બેંક હવે 2000ની નોટની જગ્યાએ ATMમાં 200ની નોટ મૂકશે. ઇન્ડિયન બેંકે આ નિર્ણય પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા લીધો છે. આ સંબંધમાં બેંકે ગત 17 ફેબ્રુઆરીએ એક સર્કુલર પણ જારી કર્યું છે. આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે 1 માર્ચ 2020 બાદથી ઇન્ડિયન બેંકના ATMમાં 2000 રૂપિયા નોટ રાખનાર કેસેટ્સને ડિસેબલ કરી દેવામાં આવશે. 

અન્ય બેંકોના  ATMમાં 2,000ની નોટ મળશ
અન્ય બેંકોના  ATMમાં 2,000ની નોટ મળતી રહેશે. ફાઇનેન્શિયલ સૉફ્ટવેર એન્ડ સિસ્ટમ્સના અધ્યક્ષ વી બાલા સુબ્રમણ્યમ જણાવ્યા પ્રમાણે, અમારા ગ્રાહકોને ખાનગી બેંકોની તરફથી 2000ની નોટ લોડિંગ બંધ કરવાની કોઈ સૂચના આપવામા આવી નથી. કંપની દેશની ઘણી બેંકોના ATM નેટવર્કનું સંચાલન કરે છે. 

આ નાણાકીય વર્ષમાં 2000 રૂપિયાની નોટ છાપવામા નહીં આવે  
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2,000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધુ છે. રિઝર્વ બેંકે એક RTI (રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ 2005)ના જવાબમાં ખુલાસો કર્યો છે. RBIએ આ નાણાકીય વર્ષ (2019-20)માં એક પણ 2,000 રૂપિયાની નોટ છાપી નથી. નવેમ્બર 2016 માં નોટ બંધ થયા પછી 2000 રૂપિયાની નોટો ચલણમાં આવી હતી. RBIએ આરટીઆઈએ જવાબ આપતા જણાવ્યું કે, 2016-17ના નાણાકીય વર્ષ દરમિયાન 2000 રૂપિયાની 354.2991 કરોડ નોટ છાપી હતી. પછીના વર્ષે તે ઘટીને 11.1507 કરોડ ગઈ. બેંકે 2018-19માં 4.669 કરોડ નોટ છાપી હતી. 

અન્ય સમાચારો પણ છે...