બેંકિંગ / 1 જાન્યુઆરીથી સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને NEFTની સુવિધા ફ્રીમાં મળશે

from January 1, Savings Account Holders will get the NEFT facility for free

Divyabhaskar.com

Nov 11, 2019, 09:00 AM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકોને સૂચના આપી છે કે બચત ખાતામાંથી ઓનલાઇન ટ્રાંઝેક્શન કરતી વખતે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)નો ચાર્જ વસૂલવામાં ન આવે. આ નિયમ 1 જાન્યુઆરી 2020થી અમલમાં આવશે. એટલે કે, 1 જાન્યુઆરી 2020થી NEFT દ્વારા કરાયેલાં ટ્રાન્ઝેક્શન માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ માટે NEFT અને RTGSનો ઉપયોગ કરવામાં આવે છે.

ડિજિટલ પેમેન્ટનું ચલણ સતત વધી રહ્યું છે
ઓક્ટોબર 2018થી લઇને સપ્ટેમ્બર 2019 વચ્ચે કુલ નોન કેશ રિટેલ પેમેન્ટમાં ડિજિટલ પેમેન્ટની ભાગીદારી 96% રહી છે. આ દરમિયાન, NEFT સિસ્ટમ દ્વારા 252 કરોડ અને UPI સિસ્ટમ દ્વારા 874 કરોડના વ્યવહાર કરવામાં આવ્યા છે. વર્ષે દર વર્ષે આ બંનેમાં અનુક્રમે 20% અને 263%નો વધારો થયો છે.

NEFT શું છે?
NEFTનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા બે લાખ રૂપિયા સુધીના વ્યવહાર માટે થાય છે. આ સિસ્ટમ દ્વારા કોઈપણ શાખાના કોઈપણ બેંક ખાતામાંથી કોઈપણ શાખાના બેંક ખાતામાં પૈસા મોકલી શકાય છે. પરંતુ એકમાત્ર શરત એ છે કે પૈસા મોકલનાર અને પ્રાપ્તકર્તા બંને પાસે ઇન્ટરનેટ બેંકિંગ સેવા હોવી આવશ્યક છે. જો બંને અકાઉન્ટ્સ એક જ બેંકના હોય તો પછી સામાન્ય સ્થિતિમાં પૈસા થોડી જ ક્ષણોમાં ટ્રાન્સફર થઈ જાય છે.

NEFT ક્યારે કરી શકાય?
અત્યારે NEFTની સુવિધા રવિવાર અને શનિવારે બંધ રહે છે. આ સિવાય, જે દિવસે બેંક બંધ રહે એ દિવસે પણ NEFT બંધ રહે છે.
અન્ય દિવસોમાં સવારે 8 વાગ્યાથી લઇને સાંજે 7 વાગ્યા સુધી NEFT દ્વારા ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર થઈ શકે છે.

X
from January 1, Savings Account Holders will get the NEFT facility for free
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી