ઈન્શ્યોરન્સ / નવી ફ્રેન્ડ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પરિવારની સાથે મિત્રોને પણ સામેલ કરી શકાશે, 1 ફેબ્રુઆરીથી નવી પોલિસી શરૂ થશે

New friend insurance policy can include family members as well, new policy will start from February 1

  • IRDAI એ એવી પોલિસીને મંજૂરી આપી છે કે જેમાં પરિવારની સાથે મિત્રોને પણ કવર કરી શકાશે
  • ફ્રેન્ડ ઈન્શ્યોરન્સ પોલિસીમાં 5થી 30 લોકો સામેલ થઈ શકે છે
  • બજાજ ફાઈનાન્સે એપોલોની સાથે મળીને હેલ્થકેર EMI કાર્ડ લોન્ચ કર્યું છે

Divyabhaskar.com

Jan 27, 2020, 12:51 PM IST

યુટિલિટી ડેસ્ક. હવે તમે તમારા પરિવારની સાથે તમારા મિત્રોની સારવાર માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકશો. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ એવી પોલિસીને મંજૂરી આપી છે કે જેમાં પરિવારની સાથે મિત્રોને પણ કવર કરી શકાશે. તેને ફ્રેન્ડ ઈન્શ્યોરન્સ નામ આપવામાં આવ્યું છે. આ પોલિસીનો પ્રસ્તાવ રેલિગેર લાઇફ ઇન્શ્યોરન્સ, મેક્સ બૂપા હેલ્થ ઈન્શ્યોરન્સ અને કોટક મહિન્દ્રા જનરલ ઈન્શ્યોરન્સની તરફથી IRDAI સમક્ષ રાખવામાં આવ્યો હતો. IRDAI એ તાજેતરમાં ઘણી વીમા પોલિસીને મંજૂરી આપી છે. ફ્રેન્ડ ઈન્શ્યોરન્સ પણ તેમાની એક પોલિસી છે.


1 ફેબ્રુઆરીથી શરૂ થશે
આ તમામ પોલિસીને 1 ફેબ્રુઆરીથી 6 મહિના માટે પાયલોટ ધોરણે પર લોન્ચ કરવામાં આવશે. ફ્રેન્ડ ઈન્શ્યોરન્સ પોલિસીમાં 5થી 30 લોકો સામેલ થઈ શકે છે. આ પોલિસી અંતર્ગત ગ્રુપનો સ્કોર નક્કી કરવામાં આવશે. જેમાં કેટલી વખત ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો, કેટલી વાર હેલ્થે ચેકઅર કરાવવામાં આવ્યું વગેરે સામેલ છે. રેલિગેર હેલ્થ ઈન્શ્યોરન્સના જણાવ્યા પ્રમાણે, જો કોઈ ગ્રુપ આખા વર્ષ દરમિયાન કોઈ ક્લેમ ન કરે તો તેને આગામી પ્રીમિયમ પર 15 ટકાની છૂટ આપવામાં આવશે. તો બીજી તરફ મેક્સ બૂપાએ સારા સ્કોરના આધાર પર 5થી 10 ટકાની છૂટ આપવાનું જણાવ્યું છે.


બજાજ ફાઈનાન્સે લોન્ચ કર્યું હેલ્થ કેર EMI કાર્ડ
બજાજ ફાઈનાન્સે એપોલોની સાથે મળીને હેલ્થકેર EMI કાર્ડ લોન્ચ કર્યું છે. તેનાથી સારવાર અને ડાયગ્નોસ્ટિક ખર્ચથી પસાર થઈ રહેલા લોકોને લોનની સુવિધા આપશે. આ કો-બ્રાન્ડેડ કાર્ડનો ઉપયોગ કરનાર લોકો પોતાના મેડિકલ બિલોને સરળતાથી નો-કોસ્ટ EMIમાં ફેરવી શકે છે. બિલ 12 મહિનામાં હપ્તામાં ભરવાના રહેશે.તેમાં 4 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ મળશે. એપોલો હોસ્પિટલ બજાજ ફિનસર્વ હેલ્થ EMI કાર્ડ આખા પરિવારને કવર કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

X
New friend insurance policy can include family members as well, new policy will start from February 1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી