તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • More Security In Debit credit Card From Tomorrow, 24x7 Any Service Can Be Turned On Off

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલથી ડેબિટ-ક્રેડિટકાર્ડમાં વધુ સુરક્ષા, 24x7 કોઈ પણ સેવા ઓન/ઓફ કરી શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લેવડદેવડની મર્યાદા પણ નક્કી કરી કે બદલી શકાશે
 • નવા નિયમો પ્રિ પેઈડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ પર લાગુ નહીં

યુટિલિટી ડેસ્કઃ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી છેતરપિંડી રોકવા રિઝર્વ બેંક નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નિયમો સોમવારે 16 માર્ચથી લાગુ થશે. આરબીઆઈએ આ મુદ્દે જાન્યુઆરી 2020માં એક નોટિફિકેશન જારી કર્યું હતું. આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે. તેમાં રિ-ઈસ્યૂ કાર્ડ પણ સામેલ છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કે રિ-ઈસ્યૂ કરતી વખતે તેને ફક્ત ભારતમાં જ એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ્સ પર ટ્રાન્ઝેક્શન માટે સક્રિય કરે. નવા નિયમો પ્રિ પેઈડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ પર લાગુ નહીં થાય.

જો કાર્ડથી ક્યારેય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો આ સેવા કાલથી બંધ

 • કોઈ પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો એટીએમ, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેશક્શન માટે ઉપયોગ થઈ શકે.
 • હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ફક્ત એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ઉપયોગ કરવાની સુવિધા મળશે. તમારે ઓનલાઈન, કોન્ટેક્ટલેસ કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સેવા જોઈતી હોય તો તમારા કાર્ડ પર તે ચાલુ કરાવવી પડશે.
 • આ સેવા કાર્ડની સાથે જ ગ્રાહકોને મળી જાય છે, પરંતુ હવે ગ્રાહક માગશે તો જ શરૂ થશે.
 • ગ્રાહકો કોઈ પણ સેવા 24x7 મોબાઈલ એપ્લિકેશન, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ કે ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ થકી શરૂ કરાવી શકશે. આ સાથે સ્વિચ ઓન કે સ્વિચ ઓફ પણ કરી શકશે.
 • ગ્રાહકો તેના થકી કાર્ડ ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ નક્કી કરી શકશે અને તે બદલી પણ શકશે.
 • તમે તમારા હાલના કાર્ડથી અત્યાર સુધી ઓનલાઈન, કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો આ કાર્ડ પર આ તમામ સેવા 16 માર્ચથી બંધ થશે.
 • રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું છે કે, તેઓ મોબાઈલ એપ, લિમિટ મોડિફાય કરવાના નવા બેંકિંગ વિકલ્પો અને ઈનેબલ-ડિસેબલ સેવા અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક ઉપલબ્ધ કરાવે. બેંકની બ્રાંચ અને એટીએમ પર પણ આ વિકલ્પો મળવા જોઈએ.
 • કાર્ડના સ્ટેટસમાં જ્યારે પણ ફેરફાર થશે, બેંક SMS/ઈ-મેઈલ થકી ગ્રાહકોને અલર્ટ/સૂચના/સ્ટેટસ મોકલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો