મેનેજમેન્ટ / ડિવોર્સ પછી મની મેનેજમેન્ટ માટે વીમા સહિતના વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ

Money management is necessary to deal with the bad phase of marriage

Divyabhaskar.com

Feb 11, 2020, 01:16 PM IST

યુટિલિટી ડેસ્કઃ ડિવોર્સ પછી મની મેનેજમેન્ટ કરવું જરૂરી બની જાય છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર 2 દાયકાથી ડિવોર્સની સંખ્યા બમણી થઈ છે. ડિવોર્સ પછી મહિલાઓ માટે સર્વાઇવ કરવું કેટલીક હદે મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં મની મેનેજમેન્ટ કરવું આવશ્યક છે. વીમો, ઈક્વિટી ફંડ્સ સહિતના વિકલ્પોથી મની મેનેજમેન્ટ કરી શકાય છે.

વીમો
જો તમારા બાળકો છે તો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્શ્યોરન્સ કવર લેવું જરૂરી છે. ટર્મ પ્લાન લેવા જોઈએ, જે ઓછી કિંમતમાં લાઈફ કવર આપે છે. ત્યારબાદ ફ્લોટર હેલ્થ પ્લાન લેવો જોઈએ.આર્થિક સ્થિતિ સારી હોવા પર ઇન્શ્યોરન્સ કવર ગંભીર બીમારી અને એક્સિડન્ટ પ્લાન પણ લઇ શકાય છે. તેનાથી બાળક પર આર્થિક નબળી સ્થિતિના સમયે કોઈ સંકટ નહીં રહે.

નિયમિત આવકની વ્યવસ્થા
તેની શરૂઆત સેવિંગ અથવા એલીમોનીના પૈસાથી માસિક આવકમાં ફેરવી શકાય છે.તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણની શરૂઆત કરી શકાય છે.બેંક ફિક્સ્ડ ડિપોઝીટ નો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે. પૈસા અને સેવિંગની કેટલીક રકમ મ્યુચ્યુઅલ ફંડ્સના મંથલી ઇન્કમ પ્લાન્સમાં રોકાણ કરી શકાય છે. તેનાથી નોકરી સિવાય પણ રેગ્યુલર માસિક ઇન્કમ મેળવી શકાય છે.

ઈક્વિટી ફંડ્સ
બાળકોની ઉચ્ચ શિક્ષા માટે પૈસાની બચત કરવી આવશ્યક છે. તેના માટે ઝડપી રોકાણ કરવું જરૂરી છે. ઈક્વિટીમાં રોકાણ કરવાથી ઝડપી ગ્રોથ બને છે. તમારા લક્ષ્યમાં 8-10 વર્ષ બાકી રહ્યા છે તો ઈક્વિટી ફંડ્સમાં SIPનાં માધ્યમથી રોકાણની શરૂઆત કરી શકાય છે. જોકે સમય સાથે તેના પર નજર રાખવી જરૂરી છે. ઈક્વિટી ફંડ્સને સપોર્ટ કરવા માટે PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)માં રોકાણ કરી શકાય છે. PPF અકાઉન્ટ બાળકનાં નામથી ઓપન કરાવી શકાય છે.

રિટાયરમેન્ટ અને ઘરનું પ્લાનિંગ
પોતાના નામે PPF અકાઉન્ટ બનાવીને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકાય છે. ઘરનું પ્લાનિંગ લોન્ગ ટર્મ હોય છે તેથી આ જ પ્રકારના રોકાણના વિકલ્પોનો ઉપયોગ કરીને નાણાકીય યોજના બનાવી શકાય છે. જોકે કોઈ પણ યોજનાનો અમલ કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

X
Money management is necessary to deal with the bad phase of marriage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી