અલર્ટ / આયુષગ્રામમાં ભરતી માટે અરજી કરતા હો તો છેતરપિંડીથી બચો, અરજદારો પાસેથી 350 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે

ministry of ayush issues notice of caution to recruitment fraud

Divyabhaskar.com

Jan 26, 2020, 12:18 PM IST

યુટિલિટી ડેસ્કઃ કેન્દ્ર સરકારે લોકોને આયુષગ્રામ NHRM વેલનેસ સેન્ટરમાં ભરતીના નામે લોકોને છેતરપિંડીથી બચવા સચેત કર્યા છે. આયુષ મંત્રાલયે કહ્યું કે, ચાલી રહેલી છેતરપિંડી સામે કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયે તમામ આયુષ વ્યાવસાયિકો અથવા અરજદારોને સાવધ રહેવાની અપીલ કરી છે. અરજીના નામે લોકો પાસેથી 350 રૂપિયા પણ લેવામાં આવી રહ્યા છે.

અરજી ઓનલાઇન માગવામાં આવી રહી છે

આયુષ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, એક શંકાસ્પદ જાહેરાત દ્વારા કેટલાક લોકો આયુષગ્રામ ભારતમાં ભરતીના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ લોકો https://ayushgrambharat.blogspot.com/2020/01/welcome-to-ayushgram-bharat-nrhm.html લિંક પર આયુષ વ્યાવસાયિકો પાસેથી અરજીઓ માગી રહ્યા છે. મંત્રાલય આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી છે. મંત્રાલયે જણાવ્યું કે, સત્તાવાર વેબસાઇટ્સ NIC/GOV.in પ્લેટફોર્મ પર હોસ્ટ કરે છે. સત્તાવાર માહિતી ફક્ત આ વેબસાઇટ્સ પર જ ઉપલબ્ધ છે.

અરજી ફી તરીકે 350 રૂપિયા લેવામાં આવી રહ્યા છે
આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન લિંક પર ફી જમા કરાવવાની એક લિંક મળી હતી. આ લિંક પર ક્લિક કરતાં જાણવા મળ્યું કે, અરજી ફીના નામે દરેક અરજદાર પાસેથી રૂ .350 વસૂલવામાં આવી રહ્યા છે. આ ફી payumoney ગેટવે પરથી લેવામાં આવી રહી છે, જ્યારે સરકાર કોઈપણ ભરતીની અરજી ફી મોટાભાગે શિડ્યૂલ્ડ બેંકના ગેટવે દ્વારા જ લે છે.

X
ministry of ayush issues notice of caution to recruitment fraud
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી