સમયસર EMI ચૂકવીને ક્રેડિટ સ્કોર જાળવી રાખો, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સારી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થા લોન અથવા ક્રેડિટ આપતાં પહેલાં તે વ્યક્તિના ક્રેડિટ સ્કોરની તપાસ કરે છે. ક્રેડિટ સ્કોરમાં તમારી છેલ્લી લોન, સમય પર EMIની ચૂકવણી અને તમારા ક્રેડિટ રિપોર્ટ વિશેની માહિતી સામેલ હોય છે. આ ક્રેડિટ રિપોર્ટ જણાવે છે કે, તમે લોન ભરપાઈ કરવા માટે વિશ્વસનીય છો કે નહીં. આવી સ્થિતિમાં, જો તમારો ક્રેડિટ સ્કોર યોગ્ય નથી તો આજથી જ તેને સુધારવાનું શરૂ કરી દો નહીં તો તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
 

ક્રેડિટ સ્કોર શું છે?
આ એવો ડેટા હોય છે જે કોઈ યુઝરની ક્રેડિટ હિસ્ટ્રી પર આધારિત હોય છે અને તેની ક્રેડિટ લાયાબિલિટીનું મૂલ્યાંકન કરે છે. ક્રેડિટ આપનારી કંપનીઓ અને બેંક આ જ સ્કોરના આધારે અંદાજ લગાવે છે કે, ગ્રાહક તેની લોન સમયસર ચૂકવશે કે નહીં. કોઈ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300થી 850ની વચ્ચે હોય છે. આ સ્કોટ જેટલો વધારે સારો રહે વ્યક્તિને એટલી જ વધારે આર્થિક રીતે
વિશ્વસનીય માનવામાં આવે છે.

ક્રેડિટ રિપોર્ટ કેવી રીતે સુધારવો?

  • તમારા તમામ બિલની ચૂકવણી સમયસર કરો.
  • જો તમારી ક્રેડિટ લિમિટ વધી જાય તો તેને વધારી દો. જો કે, ધ્યાન રાખો કે તમારે વધારે ખર્ચા નથી કરવાના જેથી તમારા ક્રેડિટ કાર્ડમાં એક્સપેન્સ રેટ ઓછો રહે.
  • જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હોય તો પણ અકાઉન્ટ બંધ ન કરાવતાં. કાર્ડ કેટલું જૂનું છે અને તેની લિમિટ કેટલી છે એ વિચારીને જો તમે એકાઉન્ટ બંધ કરાવશો તો તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થાય છે.

સારા ક્રેડિટ સ્કોરનો ફાયદો જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને સસ્તા વ્યાજ દરે લોન મળી શકે છે. આનો અર્થ એ થયો કે ક્રેડિટ સ્કોર જેટલો વધારે સારો હશે એટલું ઓછું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે, પોતાના માટે ઘર-ગાડી ખરીદવી, કોઈ ફોરેન ટ્રિપ પ્લાનક રવી, લગ્ન પછી બાળકોના સારા શિક્ષણની ગોઠવણ કરવા અને તેમના લગ્ન માટે ભંડોળ એકઠું કરવા જેવી તમારી જરૂરિયાતો પૂર્ણ કરી શકાશે.