RBI / માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન આપવાની મર્યાદા 1 લાખથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી

Loan limit for microfinance institutions has been increased from Rs 1 lakh to Rs 1.25 lakh

  • ગ્રાહકો માટે લોન આપવાની લાયકાતનો સમયગાળો પણ વધારવામાં આવ્યો
  • ગ્રામીણ વિસ્તારમાં 1.25 લાખ સુધીની આવકવાળા પણ લોન લઈ શકશે

Divyabhaskar.com

Oct 05, 2019, 12:20 PM IST

યુટિલિટી ડેસ્કઃ RBIએ ગ્રામીણ અને ઉપ-શહેરી વિસ્તારોમાં રોકડની ઉપલબ્ધતા વધારવા માટે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન આપવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ પાસેથી લોન લેવાની યોગ્યતાની અવધિ પણ વધારી દીધી.

ઉપ-શહેરી વિસ્તારોમાં 2 લાખ સુધીની આવક ધરાવતા લોકો પણ લોન લઈ શકશે
ગ્રામીણ વિસ્તારોમાં, રૂપિયા 1.25 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો પણ લોન લઈ શકશે. અગાઉ, આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી. શહેરી અને ઉપ-શહેરી વિસ્તારોમાં NBFC-માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓના ગ્રાહકો માટેની આવક મર્યાદા રૂ. 1.60 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.

RBIએ જણાવ્યું કે, નાના સ્થળોએ રોકડની ઉપલબ્ધતાના મામલે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને અર્થવ્યવસ્થામાં તેમની જવાબદારી નક્કી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

X
Loan limit for microfinance institutions has been increased from Rs 1 lakh to Rs 1.25 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી