ઘરના એક્સટેન્શન અને રિનોવેશન માટે કન્સ્ટ્રક્શન લોન મળે છે, ક્રેડિટ હિસ્ટ્રી સારી હોવી જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ઘણીવાર જૂનાં ઘરના મકાનનું મસારકારમ કરાવવા લોકો હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસે લોન લેવા જતા હોય છે. પરંતુ કંપની તેને હોમ લોન નહીં પણ એક્સ્ટેન્શન/રિનોવેશન/કન્સ્ટ્રક્શન લોન આપે છે. ઘણા લોકોને આ પ્રકારની લોન વિશે જાણ નથી હોતી. હોમ લોન એ એક એવી કોમન ડેટ પ્રોડક્ટ છે, જેને લોકો પોતાના સપનાંનું ઘર ખરીદવા લે છે. તેમજ, હોમ કન્સ્ટ્રક્શન લોન એવી ડેટ પ્રોડક્ટ છે, જેને ખાસ કરીને ઘરનું વિસ્તરણ, સમારકામ અને બાંધકામ માટે લેવામાં આવે છે. તો ચાલો હોમ લોન અને કન્સ્ટ્રક્શન લોનની સમાનતા અને અસમાનતા વિશે જાણીએ.
 

લોનની રકમ
હોમ લોનની રકમ ખરીદવાની મિલકતની કિંમત પર આધારિત છે. બીજી બાજુ, ઘરનાં એક્ટેન્શન/રિનોવેશન/કન્સ્ટ્રક્શન લોનની રકમ એ ખર્ચ પર આધારિત હોય છે, જે સર્ટિફાઇડ એન્જિનિયર/આર્કિટેક્ટ દ્વારા આપવામાં આવે છે. હોમ લોનના કિસ્સામાં ડેવલપર/સેલર દ્વારા મંજૂરી લેવામાં આલવે છે.
 

લોનની લાયકાત
હોમ લોન અને હોમ કન્સ્ટ્રક્શન લોન બંને એવી વ્યક્તિને આપવામાં આવે છે જેની ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય, આવક પૂરતી હોય અને પગાર પણ ઠીક-ઠાક હોય. લોકનની યોગ્યતા લોન-ટૂ-લોન વેલ્યૂ રેશિયો પર આધારિત હોય છે. પ્રોપર્ટી/કન્સ્ટ્રક્શનનો ખર્ચ, વ્યક્તિની આવકથી તેની લોન ચૂકવવાની ક્ષમતા નક્કી થાય છે.
 

લોનનો સમયગાળો
હોમ લોન અને કન્સ્ટ્રક્શન લોન બંને જ લાંબા સમયગાળાની લોન હોય છે. આ વ્યક્તિની વર્તમાન ઉંમર અનુસાર મહત્તમ 15-20 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે.


લોન આપનારાનો પ્રકાર
હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને જાહેર ક્ષેત્રની બેંકો, જે ક્રમશઃ નેશનલ હાઉસિંગ બેંક/રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત છે, તે હોમ લોન આપી શકે છે.
 

સિક્યુરિટી
હોમ લોન અને કન્સ્ટ્રક્શન લોન બંને જ ખરીદી/સમારકામ/નિર્માણ કરવા માટેની મિલકતને મોર્ગેજ કરીને સુરક્ષિત કરવામાં આવે છે. સિવિલ એન્જિનિયર્સ આવી મિલકતોનું મૂલ્યાંકન કરે છે. આના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે.
 

વ્યાજ દર
લોન અને હોમ કન્સ્ટ્રક્શન લોનમાં વ્યાજ દર લગભગ સમામ હોય છે અને આ ફાઇનાન્સિંગ કંપનીની કાસ્ટ ઓફ ફંડ એટલે કે પૈસા ભેગા કરવાના ખર્ચ પર આધારિત હોય છે.
 

લોનની રકમ જાહેર થવી
જો હોમ લોન હેઠળ ખરીદવા માટેની મિલકત અંડર કન્સ્ટ્રક્શન હોય તો તેના બાંધકામના આધારે લોનની રકમ ઘણા તબક્કામાં બહાર પાડવામાં આવે છે. જો મિલકત તૈયાર હોય તો તેના કરાર/ટ્રાન્સફર સમયે લોનની સંપૂર્ણ રકમ વેચનારને જાહેર કરી દેવામાં આવે છે. એક્સટેન્શન/રિનોવેશન/કન્સ્ટ્રક્શન લોનના કિસ્સામાં બાંધકામના તબક્કા અથવા તેમાં થયેલ પ્રગતિના આધારે લોન લેનારાને લોનની રકમ આપવામાં આવે છે. એકવાર લોન લેવાનો હેતુ નક્કી થઈ જાય પછી લોન લેનાર વ્યક્તિએ આ છ પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ. ઉદાહરણ તરીકે, વ્યાજ દર, લોનની મુદત, ફી, પ્રોપર્ટી /કન્સ્ટ્રક્શનના મૂલ્ય દ્વારા લોનની ટકાવારી, PMY-CLSS ઉપલબ્ધ છે કે નહીં, પાર્ટ/ફુલ પ્રિ-પેમેન્ટ કરવા પર ફોરક્લોઝર ચાર્જ વગેરે.