• Gujarati News
  • National
  • Like Ola Uber, Farmers Can Now Take Tractors On Rent, Government Launches CHC Application

ઓલા-ઉબરની જેમ ખેડૂત ઘરેબેઠાં હવે ટ્રેક્ટર ભાડે મગાવી શકશે, કૃષિ સાધનો ભાડે આપવા CHC એપ લોન્ચ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ઓલા અને ઉબરની જેમ હવે ખેડૂતો ટ્રેક્ટરને લઇને અલગ-અલગ કૃષિ સાધનોને હવે ધરેબેઠાં એપની મદદથી મગાવી શકે છે. આ ઉપરાંત, કોઇ ખેડૂત પોતાના કૃષિ સાધનોને ભાડા પર આપી પણ શકે છે. આ સાધનોના કલાકના હિસાબે ભાડું રહેશે. કસ્ટમર હાયરિંગ સેન્ટર (CHC)માં મૂડીરોકાણ કર્યાં પછી જ ભાડા પર લેવા અથવા આપવામાં આવી શકે છે. મંગળવારના રોજ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે દિલ્હીમાં ભાડા પર આપનારી એપ CHC Farm Machinery લોન્ચ કરી હતી.


દેશભરમાં ઓછામાં ઓછા 60 સીએચસી છે જેના પર ખેડૂતોએ ઓછામાં ઓછા 10 લાખ ઉપકરણોને મૂડીરોકાણ કરી રાખ્યું છે. જેમાં ટ્રેક્ટરથી લઇને કલ્ટીવેટર સુધીનો સમાવેશ કરાયો છે. ખેડૂતોને CHC ફાર્મ મશીનરીમાં મૂડીરોકાણ કરવું પડશે. જેમાં સાધનોનો અલગ-અલગ સેગમેન્ટ મળશે. જે સાધનો ખેડૂતોને જોઇએ છે તેને સિલેક્ટ કરી શકે છે. ત્યારબાદ આ સાધનો કેટલા દૂરથી મંગાવવા ઇચ્છે છે તેનો પણ વિકલ્પ હશે, જેમાં 10, 20, 30, 40 અને 50 કિમી સુધીનો વિસ્તાર નક્કી કર્યો છે. 


ખેડૂતો ટ્રેક્ટર અથવા યંત્રો જ્યાંથી સસ્તા ભાડાં પર મળી રહે  ત્યાંથી બુક કરી શકે છે. આ એપમાં એ પણ જોવા મળશે કે સાધનો ક્યારે ખાલી થશે. નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, વધુમાં વધુ ખેડૂતો સાધનોને માત્ર પોતાના ખેતીમાં ઉપયોગ કરે છે. ત્યારબાદ આખું વર્ષ સાધનો પડ્યા રહે છે. પરંતુ હવે આ એપથી ખેડૂતો meOva આખું વર્ષ ભાડે આપીને કમાણી પણ કરી શકે છે.

આ રીતે ડાઉનલોડ કરો
CHC Farm Machinery એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી હિંદી, અંગ્રેજી અને ઉર્દુ સહિત 12 ભાષાઓમાં ડાઉનલોડ કરી શકાશે. આ એપ ડાઉનલોડ કર્યાં બાદ તમારે ભાષાની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં તમને CHC/સર્વિસ પ્રોવાઇડર અને ખેડૂત/વપરાશકર્તા દેખાશે.