તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ લોકરમાં રાખેલા ડોક્યૂમેન્ટ્સથી પણ KYC કરાવી શકાશે, RBIએ સર્ક્યુલર બહાર પાડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિજિટલ લોકર પ્લેટફોર્મ અને ડિજિટલ ડોક્યૂમેન્ટ્સને માન્યતા આપી દીધી છે. હવે તમે તમારા અંગત દસ્તાવેજોને ઓનલાઇન રાખી શકશો અને જ્યારે જરૂરી હોય ત્યારે KYC માટે તેનો ઉપયોગ કરી શકશો. KYC અંગે RBIના તાજેતરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકના ડિજિલોકર ખાતાંને સત્તા દ્વારા જારી કરાયેલા ઇ-દસ્તાવેજો હવે KYC માટે માન્ય રહેશે.
 

ડિજિટલ લોકર શું છે?
ડિજિટલ લોકર અથવા ડિજિલોકર એક પ્રકારનું વર્ચુઅલ લોકર છે. જુલાઇ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, તેનાથી સંબંધિત નિયમો 2017માં સૂચિત કરવામાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે, એકવાર લોકો તેમના ડોક્યૂમેન્ટ્સ લોકરમાં અપલોડ કરશે પછી તેમને ફિઝિકલી પોતાની પાસે રાખવાની જરૂર નથી.
 

ડિજિલોકર કેવી રીતે કામ કરે છે?

  • સ્માર્ટફોનના એપ સ્ટોરથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ડિજિલોકર એપ ડાઉનલોડ કરી શકાય છે. તેને ખોલશો તો સ્ક્રીન પર સાઇન ઇન અથવા સાઇન અપના ઓપ્શન્સ જોવા મળશે. અકાઉન્ટ બનાવવા માટે સાઇન અપ કરવાનું રહેશે. એ જ રીતે જે રીતે આપણે કોઇ અકાઉન્ટ બનાવતાં હોઇએ.
  • યુઝરનેમ-પાસવર્ડ નક્કી કરી લીધાં બાદ આધાર નંબર નાખીને આગળ વઘધો. પછઈ વેરિફિકેશન માટે OTP નાખીને કન્ટિન્યૂ કરો. આગળ વધતાં જ તમારી સ્ક્રીન પર આધાર કાર્ડ, LPG સબસ્ક્રિપ્શન વાઉચર જેવા સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સનું લિસ્ટ હશે.
  • બેંક કરશો તો સ્ક્રીન પર ફોલ્ડર હશે. ઉપર અપલોડની સાઇન હશે, જેની મદદથી તમે સ્માર્ટફોનમાં ફાઇલ અથવા એપમાં સેવ થયેલા તમારા ડોક્યૂમેન્ટ્સ અટેચ કરી શકશો. તેને ડોક્યૂમેન્ટ્સ અને માય સર્ટિફિકેટ અથવા નવા ફોલ્ડરમાં મૂવ કરી શકાય છે.
  • જ્યારે તમે મેન્યૂના ઓપ્શન પર જશો તો તમને અપલોડ ડોક્યૂમેન્ટ, ઇશ્યૂડ ડોક્યુમેન્ટ, પ્રોફાઇલ અને અબાઉટ અસ સિવાય QR કોડ સ્કેનરનો કોડ પણ જોવા મળશે. સ્કેનરથી તમે ડિજિલોકર દ્વારા અવેલેબલ ડોક્યૂમેન્ટ્સની સત્યતા ચકાસી શકો છો.
  • ડિજિલોકર પર દસ્તાવેજો સુરક્ષિત રાખવાનો અર્થ એ પણ છે કે તમારે તેમને ફિઝિકલ રીતે સાથે રાખવાની જરૂર નથી.
  • રેસિડન્ટ દ્વારા અહીં અપલોડ કરેલા ડોક્યૂમેન્ટ્સની પ્રામાણિકતા સંબંધિત વિભાગ દ્વારા ચકાસવામાં આવે છે. તેમની વિશ્વસનીયતા વધારવા માટે આપણે તેના પર ઇ-સિગ્નેચર પણ કરી શકીએ છીએ.
  • તેને જે રિક્વેસ્ટર (સંસ્થા જ્યાં દસ્તાવેજો માગવામાં આવે છે)ને રજૂ કરવા માગતા હો, તેઓ આ ડોક્યૂમેન્ટ્સ ઓનલાઇન મેળવી શકે છે.
  • તમે કોઈ રજિસ્ટર્ડ રિક્વેસ્ટર સાથે પોતાના ઇ-ડોક્યૂમેન્ટની લિંક ઇ-મેલ દ્વારા શેર પણ કરી શકો છો.
  • રેસિડન્ટ દ્વારા માગવામાં આવેલ ડોક્યૂમેન્ટ ઇશ્યુઅર (જારી કરનાર વિભાગ) સીધા તેના ડિજિલોકરમાં પણ મોકલી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો