નિવૃત્તિના એક મહિના પહેલાં કોઈ યોજના સાથે જોડાઓ, વૃદ્ધાવસ્થા સુરક્ષિત રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ નિષ્ણાતોએ જણાવ્યું છે કે, નિવૃત્તિ પછીની ઉંમરમાં જોખમભર્યું રોકાણ કરવું ઉચિત નથી. આથી સરકારે વરિષ્ઠ નાગરિકો માટે અનેક પ્રકારની સિનિયર સીટિઝન્સ સેવિંગ સ્કીમ લાગુ કરી છે.


અનેક લોકો એવા છે જે પારિવારિક જવાબદારીઓ અદા કરવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના ભવિષ્ય અંગે વિચારવાનું ભૂલી જાય છે. આ જ કારણ છે કે, તેઓ ભવિષ્ય માટે રોકાણ કરી શકતા નથી. મોટાભાગના વરિષ્ઠ નાગરિક કે સિનિયર સિટીઝન્સ નિવૃત્તિના સમયે ગ્રેજ્યુટી, પીએફ અને એન્ય પ્રકારના સામાજિક ફાયદામાં મળનારી મૂડીમાંથી જ વૃદ્ધાવસ્થાની સુરક્ષાની યોજના બનાવે છે. ઉંમરના આ પડાવે તેમણે મૂડી અંગે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સિનિયર સિટીઝન્સ માટે ભારત સરકાર વિકાસના વિવિધ ક્ષેત્રોમાં જુદી-જુદી યોજનાઓના માધ્યમથી અનેક રીતે ફાયદો કરાવે છે. જુદા-જુદા પ્રકારના કરવેરામાં છૂટ, પ્રવાસમાં છૂટ, આરોગ્ય સંભાળ જેવી સુવિધાઓ આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ કરાઈ છે. તમારે માત્ર સરકારની આ યોજનાઓ અંગે જાણવાનું છે અને જે યોગ્ય લાગે તેમાં રોકાણ કરવાનું છે. આ શ્રેણીમાં અમે સિનિયર સિટીઝન્સ માટે બચત યોજનાઓ અંગે જણાવીશું.

રોકાણ માટે પાત્રતાની શરતો
સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (વરિષ્ઠ નાગરિક બચત યોજના) સામાન્ય રીતે 60 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના નાગરિકો માટે છે. જો કે, 55 વર્ષની ઉંમરમાં નિવૃત્તિ લેનારા કે સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લેનારા પણ તેનો ફાયદો લઈ શકે છે. જો કે, તેમના માટે શરત હોય છે કે, નિવૃત્તિના એક મહિનામાં જ આ યોજના સાથે જોડાઈ જાય અને યોજનામાં રોકેલી મૂડી નિવૃત્તિના સમયે મળેલી કુલ રકમથી વધુ ન હોવી જોઈએ. સેના સાથે જોડાયેલા કર્મચારી 50 વર્ષની વયમાં આ યોજના સાથે જોડાઈ શકે છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના
લાયકાત
: 60 વર્ષની ઉંમર કે તેનાથી વધુના વ્યક્તિ રોકાણ કરી શકે છે. સ્વૈચ્છિક નિવૃત્તિવાળા 55 વર્ષની ઉંમર પછી રોકાણ કરી શકે છે. પતિ/પત્નીના સંયુક્ત ખાતાના સ્વરૂપમાં એક અલગ ખાતું ખોલી શકે છે.
 

રોકાણ મર્યાદા : રૂ.1,000ની લઘુત્તમ જમા રકમથી ખાતું ખોલી શકાય છે. મહત્તમ રૂ.15 લાખ જમા કરાવી શકાય.
 

ફાયદો : (1) વ્યાજનો વર્તમાન દર 8.6 ટકા છે. જે 5 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડના આધારે બજાર સાથે જોડાયેલો છે. (2) આ યોજનામાં વ્યાજની ચૂકવણી ત્રિમાસિક થાય છે. (3) રોકાણ પછી વ્યાજ દર લોક થઈ જાય છે. (4) ઓછું જોખમ ધરાવતી યોજના. (5) સમય પહેલા ખાતુ બંધ કરી શકો. (6) રોકાણને આવકવેરાની ધારા 80-સી અંતર્ગત કરવેરામાં છૂટ અપાઈ છે.