• Home
  • Utility
  • Utility News
  • It would be beneficial for you to buy a package policy, consider the financial stability and choose the insurance company.

પોલિસી / પેકેજ પોલિસી ખરીદવી તમારા માટે ફાયદાકારક રહેશે, નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને ઈન્શ્યોરન્સ કંપની પસંદ કરવી

It would be beneficial for you to buy a package policy, consider the financial stability and choose the insurance company.

  • નવા નિયમ બાદ તમારી સામે વ્હીકલ ઈન્શ્યોરન્સ માટે ત્રણ ઓપ્શન હશે
  • થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં વાહનને થતા નુકસાન (ટૂ-વ્હીલર) માટે કવર આપવામા આવે છે

Divyabhaskar.com

Feb 14, 2020, 01:35 PM IST

યુટિલિટી ડેસ્ક. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ તમામ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓને સૂચના આપી છે કે, હવે નવા વાહન ખરીદનારા લોકો માટે થર્ડ પાર્ટી વ્હીકલ ઈન્શ્યોરન્સ લેવો ફરજિયાત બની ગયો છે. નવા નિયમ બાદ તમારી સામે વ્હીકલ ઈન્શ્યોરન્સ માટે ત્રણ ઓપ્શન હશે- લોન્ગ ટર્મ પેકેજ, બંડલ્ડ પેકેજ અને અલગથી થર્ડ પાર્ટી કવર. તે ઉપરાંત પેકેજ પોલિસી ખરીદવી તમારા માટે ફાયદાકારક રહેશે.


લોન્ગ ટર્મ પેકેજ કવર
3 અથવા 5 વર્ષ માટેના આ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં વાહનને થતા નુકસાન (ટૂ-વ્હીલર) માટે કવર આપવામા આવશે. તેમાં થર્ડ પાર્ટીની સાથે ફર્સ્ટ પાર્ટી ઈન્શ્યોરન્સ (ઓડી એટલે કે ઓન ડેમેજ) પણ સામેલ છે. એક સાથે ચૂકવણી કરનારા માટે આ વિકલ્પ સારો છે. જોકે, એક વર્ષ પછી ઓન ડેમેજ પ્રિમિયમનો ઓછો દર રજુ કરતી ઈન્શ્યોરન્સ કંપનીમાં સ્વિચ કરવાનો વિકલ્પ નથી.


અલગ થર્ડ પાર્ટી કવર
તેમાં વગર ઓડીની સાથે 3 વર્ષનું થર્ડ પાર્ટી કવર મળશે. એટલે કે, થર્ડ પાર્ટી કવર તમારે અલગથી લેવો પડશે. આવું કરવાથી પ્રીમિયમની બચત થશે, પરંતુ વાહનના નુકસાન માટે તમારી પાસે કોઈ કવર નહીં હોય. વાહન ચોરી અથવા દુર્ઘટનામાં વીમા કંપનીઓ નુકસાનની ચૂકવણી કરશે નહીં.

બંડલ્ડ કવર
3 થી 5 વર્ષના આ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં ઓન ડેમેજ કવર માત્ર 1 વર્ષનું જ મળશે. એટલે કે જે લોકો ઓછું પ્રીમિયમ ભરવા માગે છે, તેઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે, તેમાં પણ સ્વિચ કરવાનો વિકલ્પ નહીં હોય. આ વિકલ્પમાં બીજી વીમા કંપનીની સેવા લેવા માટે જુની પોલિસીની ઓડીને બે વર્ષ માટે કેન્સલ કરાવીને માત્ર ઓડી માટે પોલિસી લેવાની રહેશે.

પ્લાનને સારી રીતે સમજો
કાર કે બાઈક ખરીદતા સમયે મોટાભાગના લોકો ડીલર પાસેથી જ ઈન્શ્યોરન્સ ખરીદી લેતા હોય છે. અગાઉની સરખામણીમાં હવે એડવાન્સ ચૂકવણીની રકમ વધુ હશે, એટલે સમજી-વિચારીને પોલીસી ખરીદો. સાથે જ ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા તમામ પ્રકારના વિકલ્પો તપાસવા. તે ઉપરાંત, જો તમે માત્ર લાયેબિલિટી ઓનલી પોલિસી ખરીદો છો તો તમારા વાહનના નુકસાનને કવર કરવામાં નહીં આવે. તેથી, પેકેજ પોલિસી લેવી સમજદારી કહેવાશે, જે તમારા વાહન માટે કવર સહિત વ્યાપક કવર આપશે.

X
It would be beneficial for you to buy a package policy, consider the financial stability and choose the insurance company.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી