તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • It Will Be Mandatory To Link Aadhar And Water ID, The Government Is Ready To Implement The New Rule

આધાર અને વોટર આઈડી લિંક કરાવવાનું ફરજિયાત બનશે, સરકાર નવો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે,તેનાથી નકલી મતદારોની ઓળખ કરવામાં મદદ મળશે
  • લોકસભાની ચૂંટણી 2019ના આંકડા પ્રમાણે, દેશમાં અંદાજે 90 કરોડ વોટર છે
  • દેશમાં રહેતા અંદાજે 125 કરોડ નાગરિકો માટે આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે

યુટિલિટી ડેસ્ક. કેન્દ્ર સરકાર વોટર આઈડીને આધારની સાથે લિંક કરવવાનું ફરજિયાત બનાવશે. કાયદા મંત્રાલયે આ વિશે ચૂંટણી પંચે કરેલા સૂચનને  સ્વીકાર્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની કેબિનેટ સમિતિ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. 

બજેટ પહેલાં કાયદા માટે નોટ રજૂ કરવાની અપેક્ષા
અધિકારીના જણાવ્યા પ્રમાણે, કાયદા મંત્રાલય દ્વારા હજુ સુધી નક્કી કરવામા નથી આવ્યું કે, તેઓ કેબિનેટની સામે આ નોટ ક્યારે રજૂ કરશે, પરંતુ સંકેત આપ્યો છે કે,આ બજેટ સત્રની પહેલાં અથવા તે દરમિયાન તેને રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કાયદા મંત્રાલયે કેટલીક શરતો સાથે આ માટે મંજૂરી આપી છે. કાયદા મંત્રાલયની મંજૂરી બાદ ચૂંટણી પંચને વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો કાયદેસર અધિકાર મળી શકે છે. 

ગત વર્ષે દરખાસ્ત મોકલી હતી
આ વિશે ચૂંટણી પંચે ગત વર્ષે ઓગસ્ટમાં સરકારની સામે દરખાસ્ત કરી હતી. તેમાં જણાવ્યા પ્રમાણે,  તે લોકો પાસેથી આધાર લેવાનો અને વોટર આઈડીમાં તેનો ઉપયોગ કરવાનો અધિકાર આપવા માટે રેપ્રિઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950માં ફેરફાર કરવામાં આવે. 

નકલી મતદારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, તેનાથી નકલી મતદારોની ઓળખ કરવામાં મદદ મળશે. સુધારામાં એ પણ જણાવવામાં આવ્યું હતુ કે, આધાર નંબર નહીં આપવાની સ્થિતિમાં કોઈનું નામ ન તો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે અને ન તો તેને એનરોલમેન્ટ આપવાથી અટકાવવામાં આવશે. 

2019મા આંકડાઓના પ્રમાણે દેશમાં 90 કરોડ વોટર
લોકસભાની ચૂંટણી 2019ના આંકડા મુજબ, દેશમાં લગભગ 90 કરોડ વોટર છે. દેશમાં રહેતા અંદાજે 125 કરોડ નાગરિકો માટે આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટ 2010 માં અમલમાં આવ્યો હતો.

પાન નંબરને આધાર સાથે લિંક કરવો ફરજિયાત નથી
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે ત્યા સુધી આધાર લિંક ન કરાવવા પર પણ પણ પાનકાર્ડ રદ કરવામાં આવશે નહીં આવકવેરા વિભાગે પાનને આધાર સાથે જોડવાની સમયમર્યાદા 31 માર્ચ 2020 નક્કી કરી છે. આ તારીખ સુધી જો કોઈ વ્યક્તિનું પાનકાર્ડ આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તેનું પાનકાર્ડ રદ્દ કરવામાં આવશે. હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે, આધાર એક્ટની માન્યતા અત્યારે સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. એવામાં પાન અને આધારને લિંક કરવા પર કોઈ નિર્ણય શકાય તેમ નથી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો