• Home
  • Utility
  • Is Your Money Secured in Company FD BAJAJ FINANCE SAFE YOUR MONEY?

રોકાણ / શું કંપની FDમાં તમારા પૈસા સુરક્ષિત છે?

Is Your Money Secured in Company FD- BAJAJ FINANCE- SAFE YOUR MONEY?

Divyabhaskar.com

Nov 29, 2019, 03:48 PM IST

યુટિલિટી ડેસ્કઃ ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો એક સરળ વિકલ્પ છે, જે ઘણીવાર બેંકો, પોસ્ટ ઓફિસ અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) દ્વારા જાહેર કરવામાં આવે છે. પરંતુ કંપની ડિપોઝિટ દ્વારા તમે સૌથી આકર્ષક વ્યાજ દર મેળવી શકો છો. કંપની અને બેંકોના વ્યાજ દરમાં ઘણીવાર 50-100 bps સુધીનો તફાવત રહે છે. સિનિયર સિટીઝનને કંપની FD પર નિયમિત વ્યાજ કરતાં ઓછામાં ઓછા 25-40 bps વધુ વ્યાજ મળી શકે છે. પરંતુ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે સૌથી સુરક્ષિત ફકિસ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો.

ઘણી કંપનીઓ FD ઓપ્શન સાથે મહત્તમ વ્યાજ દરનું વચન આપે છે, પરંતુ તમારા પૈસાની સલામતીની બાંયધરી નથી રહેતી, જે વ્યાજની ચુકવણીમાં વિલંબ થવાની અથવા નુકસાન થવાની સંભાવના વધારે છે. માર્કેટમાં આવી ઘણી FD ઉપલબ્ધ છે. તેથી, નીચે કેટલાક એવાં પરિબળો વિશે જણાવવામાં આવ્યું છે જે તમને રોકાણ કરતાં પહેલાં એ શોધવામાં મદદ કરશે કે તમારું ફાઇનાન્સર કેટલું સુરક્ષિત છે.

કંપનીનાં ક્રેડિબિલિટી રેટિંગની તપાસ કરો
બેંક દ્વારા આપવામાં આવતી FDને સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેને સરકારનું સમર્થન મળે છે અને તેના ઉપર RBIનું નિયંત્રણ હોય છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પણ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તમારી વાર્ષિક 1 લાખ રૂપિયાની ડિપોઝિટનો વીમો સુનિશ્ચિત કરે છે. જો કે, કંપની FDમાં આ પ્રકારની કોઈ ગેરંટી નથી હોતી. તેથી તમારે સુરક્ષિત રીતે રોકાણ કરવું આવશ્યક છે. એવામાં કંપનીનાં રેટિંગની તપાસ કરાવી એ જ સુરક્ષાની તપાસ કરવાનો સરળ રસ્તો છે.

CRISIL, CARE અને ICRA જેવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ નાણાકીય રોકાણ, વ્યાજ ચૂકવવાની ક્ષમતા, વ્યવસાયિક જોખમ અને વ્યવસ્થાની ગુણવત્તાના આધારે કંપની FDSને રેટિંગ આપે છે. ઉદાહરણ તરીકે, મૂળ મૂડી અને વ્યાજના મામલે ઉચ્ચત્તમ સુરક્ષાવાળી કંપનીને FAAA રેટિંગ આપવામાં આવે છે. જેમ જેમ સુરક્ષા ઘટે છે, તેમ Aની સંખ્યા ઘટતી જાય છે. તેથી AAA અથવા AA રેટિંગ ધરાવતી કંપનીમાં રોકાણ કરવા માટેની સલાહ આપવામાં આવે છે. બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ કરવા માટે સુરક્ષિત સાધનમાંથી એક છે, જેને સ્ટેબિલિટીના સંદર્ભમાં CRISIL દ્વારા FAAA અને ICRA દ્વારા MAAAની ઉચ્ચત્તમ રેટિંગ આપવામાં આવી છે. S&P ગ્લોબલ દ્વારા BBBનાં ઇન્ટરનેશનલ રેટિંગ સાથે બજાજ ફિનસર્વ તમારા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ બની જાય છે. તેમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો.

કંપનીના ગ્રાહકોનો વર્ગ
કોઈ કંપનીના ગ્રાહકોની સંખ્યા જાણવાથી તે કંપની કેટલી સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરી શકાય છે. એક મોટા ગ્રાહક આધારથી ખબર પડે છે કે કંપની પાસે ગ્રાહકોને સાચવવાનો અનુભવ છે અને તેઓ પોતાની સાથે તેમને જોડી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, બજાજ ફાઈનાન્સ FDના સંતુષ્ટ ગ્રાહકોની સંખ્યા 2.5 લાખથી વધારે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તેનાથી તમને આશ્વાસન મળે છે કે કંપની તમારા દ્વારા રોકવામાં આવેલી રકમને સુરક્ષિત રૂપે સાચવવામાં સક્ષમ છે, તથા મદદની જરૂર પડે ત્યારે તમને ઉચ્ચસ્તરીય ગ્રાહક સેવા આપવામાં આવશે.

કંપનીની ડિપોઝિટ બુક સાઈઝ
કંપનીના ગ્રાહકોની સંખ્યા ચેક કર્યા સિવાય આ વાત પર પણ ધ્યાન આપો અને ગ્રાહકો દ્વારા કંપની પાસે જમા કરવામાં આવેલી કુલ રકમની જાણકારી મેળવો. આમ કરવાથી કંપની પ્રતિ ગ્રાહકોના વિશ્વાસનું સ્તર ખબર પડે છે. ઉદાહરણ તરીકે, બજાજ ફાઈનાન્સની બુક સાઈઝ 16 હજાર કરોડથી પણ વધારે છે, જે વધારે અસરકારક છે. તેનો અર્થ એ છે કે, ભારતીય રોકાણકારો આ લાભદાયક અને વિશ્વાસપાત્ર સાધનના માધ્યમથી પોતાની સંપત્તિ આરામથી વધારી રહ્યા છે.

કંપનીમાં ઈન્વેસ્ટ કરનાર વરિષ્ઠ નાગરિકોનો ભરોસો
વરિષ્ઠ નાગરિક ઘણું ઓછું જોખમ ઉઠાવવા ઈચ્છે છે અને તે રોકાણના એવા વિકલ્પ તરફ આકર્ષાય છે જે લગભગ જોખમરહિત હોય છે. એટલે, જે કંપનીના ગ્રાહકોના લિસ્ટમાં વરિષ્ઠ નાગરિક વધુ સંખ્યામાં હશે તે કંપની રોકાણ માટે યોગ્ય ગણાશે. બજાજ ફાઇનાન્સ 61,000 વરિષ્ઠ ગ્રાહકોને પોતાની સેવાઓ આપે છે અને કુલ બુક સાઈઝમાં તેનું યોગદાન લગભગ 3,300 કરોડ રૂપિયા છે. NBFC આવા રોકાણકારને FD વ્યાજ દર રજૂ કરે છે જે સામાન્ય દરથી 0.35% વધુ છે, જેનાથી આ વધુ લાભદાયક બની જાય છે.

તેનો અર્થ એવો છે કે તમે ઓછામાં ઓછા 36 મહિનાના સમયગાળાની પસંદગી કરીને બજાજ ફાઇનાન્સ પર 8.70% સુધીના વ્યાજ દરનો આનંદ લઇ શકો છો. આ સાથે જ તમે ઇમરજન્સીમાં આ FD પર 4 લાખ રૂપિયા સુધીની લોન જેવી સુવિધાઓનો લાભ પણ ઉઠાવી શકો છે. આ સિવાય મલ્ટિ ડિપોઝિટ સુવિધાના માધ્યમથી તમે એકલ ચેકથી પણ ઘણી ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. NBFC તમને તમારી જરૂરિયાત મુજબ રોકાણને એડજસ્ટ કરવા માટે 1થી 5 વર્ષના સમયગાળાનો વિકલ્પ આપે છે. એક સામાન્ય રોકાણકાર તરીકે આનાથી થનારી સંભવિત કમાણીને સમજવા માટે નીચે આપેલ ઉદાહરણ પર એક નજર ફેરવીએ.

ડિપોઝિટ સમયગાળો વ્યાજ દર મળતું વ્યાજ મેચ્યોરિટી રકમ

1,00,000

5 વર્ષ

8.35%

49,329

1,49,329

₹2,00,000

5 વર્ષ

8.35%

98,658

2,98,658

₹5,00,000

5 વર્ષ

8.35%

2,46,646

7,46,646

આ ચાર કેટેગરીને ધ્યાનમાં રાખીને તમે એક ભરોસાપાત્ર કંપની FDની પસંદગી એકદમ સરળતાથી કરી શકો છો. શું તમે અત્યારે બજાજ ફાઇનાન્સ સાથે રોકાણ કરવા ઈચ્છો છો, તો માત્ર બજાજ ફાઇનાન્સ ઓનલાઇન FD ફોર્મ ભરો અને આ પ્રસ્તાવ સાથે અપાતી વિવિધ સુવિધાઓનો લાભ ઉઠાવો.

X
Is Your Money Secured in Company FD- BAJAJ FINANCE- SAFE YOUR MONEY?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી